સુરત પોલીસે બસમાંથી લુંટાયેલો કરોડોનો માલ પકડી પાડ્યો, ગૃહમંત્રીએ જાતે માલિકોને પરત કર્યો મુદ્દામાલ

Surat, Gujarat: આજરોજ સુરત શહેરમાં ગૃહમંત્રી (Home Minister Harsh Sanghvi) ની હાજરીમાં અમરેલી થી સુરત જતી લક્ઝરી બસમાં થયેલી લૂંટનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો. ગુજરાત પોલીસ દ્વારા ગણતરીની મીનીટોમાં જ આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ તમામ પોલીસ અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

થોડા સમય પહેલા અમરેલી થી સુરત આવતી લક્ઝરી બસમાં લૂંટનો મામલો સામે આવ્યો હતો. 19 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે અમરેલી થી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સની બસમાં લૂંટની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, લૂંટના ઇરાદે મુસાફર બની બસમાં હથ્યાર લઈને ઘૂસેલા લૂંટારોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બસમાં હાજર આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રોકડ રકમ અને કરોડોના હીરા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

કેવી રીતે ઝડપાયા આરોપીઓ…
સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ખેડા આણંદ બાજુથી નાકાબંધી કરી હતી. તે દરમિયાન અમદવાદ પોલીસે આણંદની ટીમ સાથે સંકલન કરીને આ ઘટનાના નવ જેટલા લૂંટારોને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ કરી, આ ઘટનાનો મુખ્ય આરોપી હિરેન ધીરુભાઈ આકોલીયાને સુરત પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. તમને જણાવી દઈએ કે આખી લૂંટનો મુખ્ય સૂત્રધાર અને પ્લાન બનાવનાર આરોપી હિરેન ધીરુભાઈ જ હતો.

ગુજરાત પોલીસે ગણતરીની કલાકોમાં જ 14 લૂંટારોની ધરપકડ કરી
પૂછપરછ દરમિયાન આરોપીએ ચોકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે, દરરોજ અમરેલીથી આંગડિયા પેઢી
વાળા સુરત ખાતે મોટી સંખ્યામાં હીરા અને રોકડ રકમની હેરાફેરી આ ટ્રાવેલ્સ દ્વારા કરી રહ્યા છે. તેણે વધુમાં કહ્યું હતું કે, દિવાળીના સમયમાં આ કર્મચારીઓ પાસે વધુ રૂપિયા હોવાની માહિતીથી હું સંપૂર્ણપણે વાકેફ હતો. લાખો રૂપિયાનું દેવું થઈ જતા શોર્ટકટ રીતે રૂપિયા કમાવવા આરોપીએ મહારાષ્ટ્રની એક ગેંગ સાથે સંપર્ક સાધ્યો અને આ લૂંટનો પ્લાન બનાવ્યો.

પરંતુ ગુજરાત પોલીસે ગણતરીની કલાકોમાં જ આ ઘટનાના તમામ આરોપીઓને પકડી પાડ્યા છે. અને આજરોજ સુરત ખાતે તમામ માલિકોને ચોરી થયેલો માલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પરત કરવામાં આવ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવતા કહ્યું, અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા આણંદ જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આ ગુનામાં સંડોવાયેલા કુલ ૧૪ આરોપીઓને પકડી તેઓની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, જે કામગીરીને હું બિરદાવું છું અને સૌને અભિનંદન પાઠવું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *