ગુજરાત(GUJARAT): જનતાની સામે રોફ જમાવવા માટે અવારનવાર અધિકારીઓ પોતાની ગાડી બદલતા રહે છે. આવા ખોટા દેખાડાના કારણે લોકોની વચ્ચે ભયનો માહોલ ઊભો કરે છે. વારંવાર ગાડીઓ બદલતા અધિકારીઓથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી નારાજ થયા છે. પોતાના વિભાગના અધિકારીઓની ગાડીઓની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી માગી છે.
આવી મોંઘીદાર ગાડીઓના ખર્ચા સરકારની તિજોરીમાંથી આપવામાં આવતા હોય છે. જેના લઈને ગૃહરાજ્યમંત્રી હર સંઘવીએ આવા અધિકારીઓ સામે લાલ આંખ કરતાં પોતાના વિભાગના અધિકારીઓની ગાડીઓ અંગે માહિતી માંગી છે.
વર્ષમાં બે કે ત્રણ વખત ગાડી બદલાતી હોય તેવા અધિકારીઓનું લીસ્ટ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા માંગવામાં આવ્યું છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિશ્ચિત કિલોમીટર પહેલા જેથી કાર્યો પોતાની ગાડી બદલતા હોય તેવા અધિકારીઓનું લિસ્ટ માંગવામાં આવ્યું હતું.
લોકોની વચ્ચે રોફ જમાવવા માટે અધિકારીઓ વારંવાર પોતાની ગાડીઓ બદલતા રહે છે જેનું ભારણ સરકારી તિજોરી ઉપર પડે છે. સરકારી તિજોરીમાંથી સતત પૈસાનો ખોટો ખર્ચ થતો હોવાથી હર સંઘવી નારાજ થયા છે અને આવા ખોટા ખર્ચા ઘટે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.