હોસ્પિટલની બહાર પીડાથી તરફડી રહી હતી ગર્ભવતી, ડોક્ટરે એવુ કામ કર્યું કે… વીડિયો જોઈને તમે જ કહો કાર્ય સારું કે ખરાબ?

હાલમાં હરિયાણાની સિવિલ હૉસ્પિટલ ખાતે સોમવારે સાંજે ડેપ્યુટી સિવિલ સર્જન ડૉક્ટર રમેશ પાંચાલે માનવતાનો પરિચય કરાવ્યો હતો. મુખ્ય ગેટ પર સ્ટ્રેચર ન મળવાથી તડપી રહેલી એક મહિલાને તેમણે ગોદમાં ઉઠાવી હતી અને ઇમરજન્સી વોર્ડ સુધી પહોંચાડી હતી. તેમણે કોરોના સંક્રમણની પણ ચિંતા કરી ન હતી. ડૉક્ટરને આવું કરતા જોઈને કર્મચારીઓ સ્ટ્રેચર લઈને આવ્યા હતા.

જોકે, એનીમિયાગ્રસ્ત સોનિયાએ દમ તોડી દીધો હતો. જાણવા મળ્યું છે કે, તે આઠ મહિનાની પ્રેગ્નેન્ટ હતી. મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મહિલાની ઓળખ ઉત્તર પ્રદેશના બાંદા નિવાસી સોનિયા તરીકે કરવામાં આવી છે. સોનિયાના પતિ રામશાહી સાથે ખરકરામજીના એક ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતી હતી. સોનિયાને આઠમો મહિનો ચાલી રહ્યો હતો. મહિલાના મોત બાદ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે.

કૉંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કરીને ડૉક્ટરના વખાણ કરતા લખ્યું છે કે, જિંદની જનરલ હૉસ્પિટલમાં સ્ટ્રેચર ન મળ્યું અને મહિલાની સ્થિતિ ગંભીર જણાયા બાદ દર્દી મહિલાને બંને હાથથી ઊંચકીને ડેપ્યુટી સિવિલ સર્જન ડૉક્ટર રમેશ પાંચાલ દોડ્યા હતા. તમને સલામ છે સાહેબ. કોણે કહ્યું કે માનવતી મરી પરવારી છે?

નાગરિક હૉસ્પિટલના એમએમઓ ડૉક્ટર ગોપાલ ગોયલે જણાવ્યુ કે, મહિલામાં લોહીની ઉણપ હતી. તેની મેડિકલ હિસ્ટ્રી જોતા જાણવા મળ્યું છે કે, પાછલા દિવસોમાં લોહીની ઉણપને કારણે મહિલાને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યોગ્ય સારવાર કરાવ્યા વગર જ પરિવારના લોકો તેને લઈ ગયા હતા.

સોમવારે અચાનક તબિયત ખરાબ થતા મહિલાને જનરલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું હતું. સ્ટ્રેચર ન મળવા પર ડૉક્ટર ગોપાલ ગોયલે કહ્યુ કે, હૉસ્પિટલમાં 110થી વધારે કોરોના દર્દી દાખલ છે. જે સમયે મહિલા આવી ત્યારે સ્ટ્રેચર બીજા વોર્ડમાં ગયા હતા. મહિલાના પતિએ જણાવ્યું કે, અચાનક જ તેની પત્નીની તબિયત બગડી હતી.

આ દરમિયાન તે જયારે તેને હૉસ્પિટલ લઈને પહોંચ્યો ત્યારે સ્ટ્રેચર ન હતા. જ્યારે સ્ટ્રેચરની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન જ ડૉક્ટર રમેશ પાંચાલ તેને ગોદમાં ઉઠાવીને ઇમરજન્સીમાં લઈ ગયા હતા. જોકે, તેનો જીવ બચ્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *