હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.સમગ્ર રાજ્યમાં મહિલાઓની સાથે થતી અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવી રહ્યાં છે. તેમજ આવી ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે. હાલમાં ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી રહી છે.
ભારતીય ટીમનાં ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં એનાં નિવેદન તથા સોશિયલ મીડિયા પર પોસ્ટને લીધે સતત ટ્રોલર્સનાં નિશાને રહેલી છે. ત્યારે હવે ફરી એકવાર હસીન જહાં ટ્રોલર્સનાં નિશાને આવી રહી છે. હસીન જહાંએ હાલમાં જ થયેલ શ્રારીમ મંદિરનાં ભૂમિપૂજન પર હિન્દુઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
જે ત્યારપછી તે ખુબ જ ટ્રોલ થઈ હતી. પરંતુ આ દરમિયાન ઘણાં યુઝર્સે એની પોસ્ટ પર કોમેન્ટ કરીને બળાત્કારની ધમકી પણ આપી હતી.તમને જણાવી દઈએ, કે 5 ઓગસ્ટનાં રોજ હસીન જહાંએ એનાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી હતી.
જેમાંથી શ્રીરામ મંદિરની તસવીરની સાથે લખ્યું હતું કે,‘અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં ભૂમિપૂજન માટે સમસ્ત હિન્દુ સમાજને દિલથી મુબારક. ખૂબ ખુબ જ શુભેચ્છાઓ.’ આ પોસ્ટ પછી હસીન જહાં સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રોલ પણ થઈ હતી. જ્યારે ઘણાં યુઝર્સે તો એણે રેપની ધમકી પણ આપી હતી.
સોશિયલ મીડિયા પર રેપની ધમકી મળ્યા પછી હસીન જહાંએ વધુ એક પોસ્ટ કરીને દેશનાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જી, CM યોગી આદિત્યનાથની પાસે મદદ માંગી હતી. સુરક્ષાને લઈને વહીવટી તંત્રને આ બાબતે કાર્યવાહી કરવાં માટે માંગ કરી છે.
અહી ઉલ્લેખનીય છે, કે આ પહેલાં પણ હસીન જહાં ટ્રોલર્સનાં નિશાને રહી છે. હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘણાં ગંભીર આરોપ પણ લગાવ્યા હતાં. જેમાં બીજી મહિલાની સાથે સંબંધ, મેચ ફિક્સિંગ જેવાં ગંભીર આરોપ પણ એમાં સામેલ હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP