હાલમાં લોકડાઉન વચ્ચે તમામ કામધંધા ઠપ્પ છે. માવા- ફાકી- ગલ્લા ના સ્થાનો બંધ છે. ત્યારે સુરતના ઉમરા ગોથાણ બ્રિજ નીચે પોલીસ ચેકિંગ ચાલુ હોવા છતાં ખુલ્લે આમ માવા તમાકુ ની હેરાફેરી થતી હોવાનો વિડીયો વાઈરલ થયો છે. જેમાં એ હસમુખ હીરપરા નામના વ્યક્તિનો દાવો છે કે, ઓલપાડ વિસ્તાર ના ભાજપ ના ધારાસભ્ય મુકેશભાઈ જીણાભાઈ પટેલને જાણ કરીને જ માવાનો વેપાર કરું છું. મારે ઉપર સુધી પહોંચ છે.
આ વિડીયોમાં હસમુખ નામનો વ્યક્તિ પોતે મુખ્યમંત્રી ગૃહમંત્રીના લેવલના કામ કરી શકે છે તેવા દાવા કરી રહ્યો છે. આ વિડીયોમાં જે પ્રકારે વાતો થઇ રહી છે તે જોતા મુખ્યપ્રધાન રૂપાણીની કામગીરી પર સવાલો ખડા થયા છે.
એકતા ગ્રુપ ના સંચાલક હસમુખ હિરપરા જે પોતે ઓલપાડ ના ધારાસભ્ય મુકેશ ઝીણાભાઈ પટેલના ખાસ માણસ હોવાનું જણાવે છે. પોતાને સમાજ સેવક ગણાવનારા હસમુખ સેવાની આડ માં માવા ની હેરાફેરી કરે છે. પોતાની ઓફિસ માં જ માવા નું પેકિંગ કરી વહેંચે છે. તેવો દાવો પોતે કરી રહ્યા છે.
પોલીસ ચેકિંગ માં જ્યારે માવા પકડાય છે ત્યારે પોલીસ પણ હસુભાઈ નું નામ સાંભળી એ માવા ની હેરાફેરી કરનાર ને છોડી દે છે. તેવો દાવો પોતે કરી રહ્યા છે.
એકતા ગ્રુપ ના સંચાલક હસુભાઈ નું એવું કહેવું છે કે મીડિયા વાળાને હું ખવડાવી દઉં એટલે એ મારી વિરુદ્ધ ના લખે. અહીં મંત્રી અને તલાટી બધા ની બદલી હું જ કરાવું છું. અને પોલીસ ને એવું પણ કહેતા જોવા મળે છે કે તમારે બદલી કે પછી પ્રમોશન જોતું હોય તો હોય તો મને કેજો હું કરાવી દઈશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news