ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસ જિલ્લામાં ગેંગરેપનો શિકાર બનેલ દલિત છોકરી છેવટે જિંદગી સામેની લડાઈ હારી ગઈ. મંગળવારનાં રોજ 3 વાગ્યે એણે દિલ્હીમાં આવેલ સફદરગંજ હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો હતો. 14 સપ્ટેમ્બરનાં રોજ ગેંગરેપ બાદ બદમાશોએ એની જીભ કાપી નાખી હતી તેમજ કરોડરજ્જુનું હાડકું પણ તોડી નાખ્યું હતું. એ બાજરીના ખેતરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી.
દિલ્હીમાં આવેલ સફદરગંજ હોસ્પિટલની નવી બનેલ ઈમારતની બહાર લોકોની ભીડ છે. ત્યાં જ એક ખૂણામાં એક વૃદ્ધ ઉદાસ બેઠા છે. તેમની પાસેનાં લોકો એકઠાં થયા છે. કેટલાક લોકોને તેઓ ઓળખે છે, કેટલાક લોકોને તેઓ ઓળખતા પણ નથી. કેટલાક તો એમને સાંત્વના આપી રહ્યા છે, કેટલાકને વિશ્વાસ છે કે, એમની દીકરી જંગ જીતી જશે.
કુલ બે સપ્તાહ અગાઉ ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસ જિલ્લામાં ગેંગરેપનો શિકાર બનેલ એમની દીકરી હાલમાં હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલી છે. એની જીભ કાપી નાખવામાં આવી હતી. કરોડરજ્જુનું હાડકું પણ બદમાશોએ તોડી નાખ્યું હતું. એની પર ઘણાં ઊંડા ઘા છે. દુપટ્ટાથી એનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું તેમજ એ મૃત્યુ પામી છે એવું માનીને બદમાશો એના શરીરને ખેતરમાં મૂકીને ફરાર થઈ ગયા હતા.
હાલમાં એની પાસે કોઈ નથી. એનો નાનો ભાઈ જે છેલ્લાં 2 અઠવાડિયાથી એની સંભાળ રાખી રહ્યો છે. દિલ્હી પોલીસનાં જવાનો એની સાથે ગયા છે, જે તે જોવા આવ્યા હતા કે પરિવારને હોસ્પિટલમાં સુરક્ષા મળી છે કે નહિ. પિતા દીવાલને અડીને ચૂપ બેઠા છે. મેં એમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો એમણે જણાવતાં કહ્યું, હું વધુ બોલી શકીશ નહિ.
થોડીવાર બાદ તેઓ બોલવાની શરૂઆત કરે છે. તેઓ જણાવતાં કહે છે, આ લોકો મારા ગામનાં ઠાકુર છે. આ લોકોએ મારી દીકરીની સાથે ખરાબ વર્તન કર્યું હતું એની પહેલાં મારા પિતાની સાથે પણ મારઝૂડ કરી હતી. એમની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. એમની માનસિકતા આવી જ છે. તેઓ અમને ધમકાવતા રહેતા હતાં, એને અમે સહન કરતા તેમજ વિચારતા કે જવા દઈએ. હવે એમણે અમારી દીકરીની સાથે આવો અત્યાચાર કર્યો છે.
આ દરમિયાન એમનો નાનો પુત્ર હાંફતો આવે છે. એનો ફોન બપોરથી જ બંધ આવે છે. બહેનની દેખરેખ, કાગળોના કામકાજ તથા હોસ્પિટલમાં વિવિધ જગ્યાના ધક્કા ખાવામાં એને એટલો પણ સમય મળ્યો નથી કે, એ થોડો સમય રોકાઈને મોબાઈલને ચાર્જ કરી લે. તે જેવો આવે છે કે તરત જ એને ફોન વાત કરવા માટે પકડાઈ દેવામાં આવે છે. કેટલાક સંબંધીઓના છે, કેટલાક પત્રકારોના પણ છે, તમામ લોકો બસ વેન્ટિલેટર પર રહેલી એની બહેનની સ્થિતિ જાણવા માંગે છે.
તે જણાવતાં કહે છે કે, હું 12 દિવસથી ઘરે ગયો નથી. બહેન બોલી શકતી નથી. બસ તે આંખોથી ઓળખી રહી છે. ઘણીવાર તો ઈશારાઓ કરે છે. એની પરીસ્તીથી દેખી શકાય એમ નથી. હું એનો અવાજ સાંભળવા માટે આતુર રહેલો છું. તે મોતની સામે લડી રહી છે.
પોલીસની ભૂમિકા પર ઊઠી રહ્યા છે પ્રશ્ન :
હાથરસ પોલીસે અત્યાર સુધીમાં સંદીપ, રામકુમાર, લવકુશ તેમજ રવિ નામની કુલ 4 લોકોની ધરપકડ કરી છે. ચારેય કથિત ઉચ્ચ જાતિના છે. જો કે, દલિત સંગઠનોનો આરોપ રહેલો છે કે, પોલીસે એમાં ભીનું સકેલવાનો પ્રયાસ કર્યો છે.
ભયનો માહોલ :
ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિઓ પીડિતાના ગામનાં જ છે તેમજ એમનું ઘર પણ પીડિતાના ઘરથી ખુબ પાસે છે. પરિવારનો આરોપ રહેલો છે કે, તેઓ પહેલેથી દાદાગીરી કરતાં આવ્યા છે. પીડિતાના ભાઈ અને પિતા જણાવતાં કહે છે કે, ઘટના બાદ આરોપીઓએ એમને ધમકી આપી હતી. હવે ગામમાં PAC તહેનાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle