હાથરસમાં વધુ એક દુષ્કર્મ: છ વર્ષની બાળકીના એવા હાલ કર્યા કે, અસહ્ય પીડા બાદ થયું દર્દનાક મોત

હાથરસમાં દીકરી સાથે બળાત્કાર કરવાનો બીજો એક બનાવ બહાર આવ્યો છે. 15 દિવસ અગાઉ સાદાબાદ ક્ષેત્રનાં મઈ જટોઈ નિવાસી 6 વર્ષની બાળકી સાથે અલીગઢ જિલ્લાનાં ઈગલાસ ગામમાં રેપનો બનાવ બન્યો હતો. બાળકીનું દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પરંતુ બાળકી મૃત્યુ પામી છે. બનાવથી ક્રોધયુક્ત પરિવારજનો શવને રસ્તા પર રાખી રસ્તો રોક્યો છે.

પરિવારજનોની માંગ છે કે, જ્યાં સુધી અપરાધી પકડાઇ નહીં તેમજ ઈગલાસ પોલીસને સસ્પેન્ડ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ બાળકીનું અંતિમ સંસ્કાર નહીં કરે. બનાવ સ્થળે મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ હાજર છે. આ કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ પરિવારનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા યોગ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

બાળકીનાં પિતા દ્વારા કહેવામાં આવ્યું છે કે, ત્રણ માસ અગાઉ મારી બે દીકરીઓને તેની માસી પોતાનાં ઘરે લઇ ગઇ હતી. ત્યારે ત્યાં માસીનાં દીકરાએ મારી દીકરી સાથે રેપ કર્યો. મારી માંગ છે કે, પોલીસ મારી મોટી દીકરીને ઘરે પાછી લાવે તેમજ યોગ્ય આરોપીને ધરપકડ કરે. હાલ પોલીસ દ્વારા ખોટા છોકરાને પકડવામાં આવ્યા છે. જે યોગ્ય નથી.

બાળકીનાં પિતાએ ઈગલાસનાં SO ઉપર બેદરકારી કરવાનો આક્ષેપ લગાવ્યો છે. મારું કોઈ પણ સાંભળતા નથી. મારી માંગ એ છે કે, સાચા આરોપીને પકડવામાં આવે તેમજ ઈગલાસનાં SOને સસ્પેન્ડ કરવામાં આવે. પિતા દ્વારા એ ફરિયાદ કરવામાં આવી છે કે, જિલ્લા પ્રશાસનને તેમની કોઈ પણ પરવાહ નથી.

ઈન્સપેક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા
આ બાબતમાં સાબાબાદનાં DSP બ્રમ્હમ સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બાળકીની માતાનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ બાળકી પોતાની માસીને ત્યાં રહેતી હતી. માસીનાં દીકરાએ બનાવને અંજામ આપ્યો છે. ઈગલાસનાં ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ આ બાબતની તપાસ ચાલુ છે. બનાવ સ્થળે અલીગઢનાં ASP પણ મોજૂદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *