SBIમાં ખાતું છે? તો વાંચી લો બેન્કની આ જાહેરાત- આટલા સમય સુધી બેન્કના કામકાજ રહેશે બંધ

ભારતના સૌથી મોટા લોનધિરાણ કરતી બેંકએ ગયા ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે ગુરુવારે બપોર પછી મેન્ટેનન્સ કામ કરશે. બેન્કે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને ઓનલાઇન સેવાઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બેન્કે તમામને મેસેજ કર્યા હતા કે, “પ્રિય ગ્રાહક, કૃપા કરીને જણાવવાનું કે વધુ સારી ડિજિટલ બેંકિંગનો અનુભવ પ્રદાન કરવા માટે અમે 1 લી એપ્રિલ 2021 ના રોજ બપોરે 2:10 થી સાંજે 5:40 સુધી મેન્ટેનન્સ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. આ સમયગાળા દરમિયાન, ઇન્ટરનેટ બેંકિંગ, યોનો લાઇટ, યોનો અને યુપીઆઈ હશે એસબીઆઈએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, અસુવિધા થાય છે તેના માટે અમે દુ:ખ વ્યક્ત કરીએ છીએ અને તમને અમારી સાથે સહન કરવા વિનંતી કરીએ છીએ.” પરંતુ આ મેન્ટેનન્સ પણ અપૂરુતું હોઈ ફરીવાર હવે SBI એ રવિવારે પણ વહેલી સવારે આ કાર્ય પૂર્ણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

દેશના મોટાભાગના લોકોના ખાતા દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI (State Bank Of India)માં છે. આજે વહેલી સવારે એક મોટી સુવિધા બંધ થઇ હતી, જે ખાતાધારકોને જણાવી ખુબ જ જરૂરી છે. 4 એપ્રિલ એટલે કે આજના દિવસે જ તમને ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં સમસ્યાનો સામનો કરવો પાડી શકે છે. 4 એપ્રિલના રોજ સતત બે કલાક સુધી ઇન્ટરનેટ બેન્કીંગ પ્લેટફોર્મ ઠપ્પ થઇ જવાનું છે. જેના કારણે દેશના લાખો લોકોને નાણાકીય અસુવિધાનો સામનો કરવો પાડી શકે છે.

SBI (State Bank Of India)એ જણાવતા કહ્યુ હતું કે, આજે એટલે કે તારીખ 4 એપ્રિલના રોજ ઇન્ટરનેટ બેન્કીંગ યોનો એપ અને યોનો લાઇટ એપની સુવિધા ઉપલબ્ધ નહી થાય. એટલે કે જે લોકો આ એપ્લીકેશનનો ઉપયોગ કરતા હશે તે લોકો આ એપ્લીકેશનનો ઉપયોગ નહિ કરી શકે. બેન્ક પોતાની સર્વિસને અપગ્રેડ કરવા જઈ રહી છે. જેના કારણે આ સર્વિસ પર અસર થશે. SBI (State Bank Of India)એ ટ્વીટ દ્વારા આ અંગે જાણકારી આપી છે. અમે અમારા સન્માનિત ગ્રાહકોને અનુરોધ કરીએ છીએ કે, અમે તેમને વધુ સારી ઓનલાઇન બેન્કિંગ સેવાનો અનુભવ આપી પ્લેટફોર્મને અપગ્રેડ કરી શકશે. અસુવિધા માટે ખેદ છે.

SBI (State Bank Of India) આજના દિવસે એટલે કે, 4 એપ્રિલના રોજ મેન્ટેનસનું કામ કરશે. મેન્ટેનસ એક્ટીવીટી ચાલતા ગ્રાહકો બે કલાક ઇન્ટરનેટ બેન્કીંગ, યોનો એપ (YONO App), યોનો લાઇટ (YONO Lite) અને (UPI) નો ઉપયોગ નહી થઇ શકે. આથી ઓનલાઇન બેન્કીગ સાથે જોડાયેલ કોઇ પણ કામ કરવુ હોય તો ફટાફટ પતાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેના કારણે કોઈ ખાતાધારકોને અગવડતાનો સામનો કરવો ન પડે. SBIના દેશમાં 44 કરોડથી વધારે ગ્રાહકો છે. SBI ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં જે રેકોર્ડ સ્થાપ્યો છે તેમાં યોનો એપનો મોટો ફાળો રહેલો છે. આંકડાઓનું માનીએ તો યોનો દ્વારા બેન્કે અંદાજે 10 લાખથી વધારે પર્સનલ લોન આપવામાં આવી છે. SBI (State Bank Of India) તેના દરેક ગ્રાહકોને ઓનલાઇન સુવિધા યોનો એપ્લીકેશન મારફતે આપે છે, જેનાથી ગ્રાહકો નાણાકીય અને બીજી સેવાઓ જેવીકે ફ્લાઇટ, ટ્રેન, બસ અને ટેક્સી બુક, ઓનલાઇન શોપિંગ કે મેડિકલ બિલનું પેમેન્ટ ઝડપી અને સરળતાથી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *