ફેન્સે સારાને સવાલ પૂછ્યો- ‘વજન ઘટાડવા શું કરવું?’ સારાએ એવો જવાબ આપ્યો કે…

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) સારા અલી ખાન (Sara Ali Khan) તેના મસ્તીખોર સ્વભાવના કારણે ફેન્સની ફેવરિટ એક્ટ્રેસ છે. સારા પણ એક સમયે ભારે વજન ધરાવતી…

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) સારા અલી ખાન (Sara Ali Khan) તેના મસ્તીખોર સ્વભાવના કારણે ફેન્સની ફેવરિટ એક્ટ્રેસ છે. સારા પણ એક સમયે ભારે વજન ધરાવતી હતી. પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા સારાએ ડ્રામેટિક મેકઓવર કર્યું હતું. તેથી તે ખુબ જ ફીટ દેખાય રહી છે. તેની સફર પણ ઘણી પ્રેરણાદાયી રહી છે.

જાણવા મળ્યું છે કે, સારાને પિઝા ખૂબ જ પસંદ છે. હવે સ્લિમ ફિટ સારા અલી ખાનને જોઈને તમે પણ વિચારી રહ્યા હશો કે શું તે હજુ પણ પિઝા ખાય છે? ત્યારે જ એક ફેન એ આ પ્રશ્ન પૂછ્યો હતો. જેનો સારા અલી ખાને તેના ફની અંદાજમાં જવાબ આપ્યો હતો. સારા અલી ખાને ‘આસ્ક મી એનિથિંગ’ સેશનમાં ચાહકોના સવાલોના જવાબ આપ્યા.

એક યુઝરે સારાને પૂછ્યું- શું વજન ઘટાડવા માટે મારે ખરેખર પિઝા ખાવાનું બંધ કરવું પડશે? સારાએ આનો જવાબ આપતા કહ્યું- ના તમે થોડું ખાઈ શકો છો પણ બધું નહિ. અને ચોક્કસપણે એટલું બધું પણ નહીં. આ જવાબ સાથે સારાએ હસતું ઇમોજી પણ મુક્યું હતું.

તે જ દરમિયાન એક યુઝરે સારાને દિલ્હીમાં તેની ફેવરિટ જગ્યા વિશે પૂછ્યું. જવાબમાં સારાએ હઝરત નિઝામુદ્દીન ઓલિયા દરગાહને પોતાનો ફેવરિટ જગ્યા કહી. આ સાથે સારાએ નિઝામુદ્દીન દરગાહનો પોતાનો જૂનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે કવ્વાલીની ખૂબ મજા માણી રહી છે.

જ્યારે યુઝરે સારાને તેની સ્કિનકેર રૂટિન વિશે પૂછ્યું, ત્યારે અભિનેત્રીએ વિટામિન ડી કહ્યું. સારા અલી ખાને ચા અને કોફીમાં કોફીને શ્રેષ્ઠ ગણાવી હતી. તેમજ સારા અલી ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ અતરંગીએ ધૂમ મચાવી છે. OTT પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી આ ફિલ્મ બધાને ગમી છે. સારા અલી ખાને રિંકુના પાત્ર ખુબ સારી રીતે ભજવ્યું. આ ફિલ્મમાં સારાના અભિનયના ખૂબ વખાણ થયા હતા.

ત્યારબાદ હવે સારા અલી ખાનની આગામી ફિલ્મ વિકી કૌશલ સાથે છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સારા અલી ખાન સૌમ્યાનું પાત્ર ભજવતી જોવા મળશે. સારા અને વિકીની જોડી પહેલીવાર સ્ક્રીન પર દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *