પંજાબ: સામાન્ય રિયે બાળકો માતાના હૃદયનો એક ભાગ છે. તે તેમના માટે કંઈ પણ કરી શકે છે. પરંતુ જેણે હજુ સરખી આંખ પણ ખોલી ન હતી, તેને નિર્દય માતાએ મારવા માટે છોડી દીધી હતી. આવો જ એક કિસ્સો રાયકોટના બસીયા ગામની દાના મંડીમાં જોવા મળ્યો હતો. જ્યાં માતાએ નવા જન્મેલા દીકરાને ઝાડીઓ પાસે છોડી દીધો હતો. જો કે માતા પુત્ર માટે મંદિર, ગુરુદ્વારા, દરગાહ જેવી કોઈ પણ જગ્યા છોડી નથી, જેથીતેના ઘરે કુળદીપક જન્મ લે. પરંતુ એક એવી પણ માતા છે. જેણે વરસાદના સમયગાળામાં તેના નવા જન્મેલા હૃદયના ટુકડાને ખુલ્લા આકાશની નીચે ફેંકી દીધો હતો.
કેટલાક લોકો બાળકને બચાવવા એન્જલ્સ બનીને આવ્યા હતા. બન્યું એવું હતું કે, કેટલીક મહિલા અને અન્ય લોકો વરસાદથી બચવા માટે એક ઝાડ પાસે રોકાયા હતા. બાળકનો રડવાનો અવાજ સાંભળીને તે આજુબાજુ જોવા લાગ્યા હતા અને બાળકને ઝાડી પાસે જોતા તેને હાથમાં લીધો હતો. એક મહિલાએ બાળકને દૂધ આપ્યો અને ગળે તેને ગળે લગાવ્યો હતો.
આ પછી લોકોએ આ અંગે ગ્રામ પંચાયત સહિત પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. અને બાળકને રાયકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તે જ સમયે, સદર પોલીસ સ્ટેશનના પ્રભારી અજાયબસિંહે જણાવ્યું હતું કે, બેસીયન સરપંચ જગદેવસિંહના નિવેદન પર આઈપીસીની કલમ 317/34 હેઠળ કેસ નોંધી આરોપીની શોધખોળ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.