છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં પર HDFC બેન્કની પાસ બુક પર લાગેલ ડિપોઝીટ વીમાના સ્ટેંપ વાળો એક મેસેજ વાઇરલ થયો છે.આ મેસેજ વાઇરલ થવાનું કારણ એ છે કે એમાં એવું લખવામાં આવ્યુ છે કે એકાઉન્ટ ધારકોના ખાતામાં પડેલી રકમ એક લાખથી વધારે હશે તો બેન્ક તેની જવાબદારી લેશે નહીં. જોકે, આ બાબતે એચડીએફસી બેન્કે આ ખુલાસો કર્યો છે કે, આ આરબીઆઈનો નિયમ છે. DICGICના નિયમ મુજબ બધી બેન્કો પર લાગુ પડે છે. એટલે ફક્ત એચડીએફસી બેન્ક જ નહીં કોઈ પણ બેન્કનું લિક્વિડેશન થાય તો ગ્રાહકના ખાતામાં ગમે તેટલા રૂપિયા હશે પણ ક્લેઇમ બાદ જ એકાઉન્ટ હોલ્ડરના 1 લાખ રૂપિયા સુધી બેંક જવાબદાર છે. હવે ગ્રાહકોમાં એવી ચિંતા પેઠી છે કે વાસ્તવિકતા શું છે. કારણ કે ઘણા ગ્રાહકોના લાખો રૂપિયા બેન્કમાં જ પડ્યા હોય છે.
આ મેસેજ થયો છે વાયરલ
બેન્કમાં નાણાકિય સંકટ આવશે તો ખાતા ધારકોના ખાતામાંથી માત્ર એક લાખ જ પરત કરવામાં આવશે ભલે પછી ખાતામાં ગમે તેટલી રકમ હોય.એ પણ ક્લેમના બે મહિના બાદ જ મળશે. આવી અફવા બાદ HDFC બેન્કના ગ્રાહકોમાં ચિંતા વધી ગઇ હતી અને બેન્કમાં આ પુછપરછ વધી હતી.આવી પરિસ્થિતી સામે આવતા HDFC બેન્કે સફાઇ આપવાની ફરજ પડી છે.
બેન્કે કર્યો આ ખુલાસો
HDFC બેન્કે મેસેજને ખોટો તો નથી ઠેહરાવ્યો પણ એમ કહ્યું છે કે આ મેસેજ ખૂબ જુનો છે. બેન્ક દ્વારા કરવામાં આવેલી સફાઇમાં કહેવામાં આવ્યું છે કે, આરબીઆઇ એ 22 જુલાઇ 2017ના એક સર્કુલર જાહેર કર્યુ હતું જેનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ સર્કુલર નવું નથી પરંતુ DICGICના નિયમ મુજબ બધી બેન્કો પર લાગુ છે. તમને જણાવી દઇએ કે ડિપોઝીટ ઇન્સોરંન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન(DICGIC)બેન્કોમાં એક સીમા સુધી સુરક્ષા ગેરંટી લે છે.આ રીઝર્વ બેન્કની એક સહાયક એકમ છે..
એક લાખ રૂપિયા સુધીની જ રકમ મળે
બેંકના ખાતાધારકોની પાસબુક પર ડિસક્લેમરના રૂપમાં લખ્યું છે કે ખાતાધારકો દ્વારા જમા કરવામાં આવેલી રકમ ડીઆઇસીજીસીની પાસ વીમાકૃત છે. એવામાં જો બેંકનું લિક્વિડેશન થાય છે તો ડીઆઇસીજીસી એકાઉન્ટ હોલ્ડરને પૈસા આપવા માટે જવાબદાર છે. એકાઉન્ટ હોલ્ડરના 1 લાખ રૂપિયા સુધી બેંક જવાબદાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.