નરેન્દ્ર મોદી ને ખોટા સાબિત કરવા રાહુલ ગાંધીએ ફેક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો

Published on: 3:56 am, Fri, 17 May 19

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાલે નરેન્દ્ર મોદીને ખોટા સાબિત કરવાના ચક્કરમાં પોતે જ ખોટા સાબિત થઈ ગયા. તેમણે ટ્વિટર પર ઓક્સફર્ડ ડિક્શનરી નું એક પેજ શેર કર્યું જેમાં Modilie(મોદીલાઇ) નામના એક શબ્દ નો અર્થ જણાવવામાં આવી રહ્યો છે સાથે જ એવા વાક્યો પણ બતાવવામાં આવ્યા છે જેમાં Modilie(મોદીલાઇ) શબ્દનો ઉપયોગ થયો હોય. પહેલી નજરમાં તો જોતા એવું લાગે છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા સતત ખોટું બોલવાને કારણે અંગ્રેજી ભાષામાં આ શબ્દ આવી ગયો છે – Modilie જેનો અર્થ સતત અને આદત પૂર્વક ખોટું બોલવું તેવો જણાવવામાં આવ્યો છે.

ખરેખર આ ટ્વીટ Modilie પર રાહુલ ગાંધીનું બીજું ટ્વીટ છે. આના પહેલાં આ ટ્વીટને રાહુલ ગાંધીએ ડીલીટ કરી દીધું છે. તેમણે પહેલા ટ્વીટ કર્યું, તે ટ્વીટ ના સ્ક્રીનશોટ અનુસાર આ પેજ ‘ઓક્સફર્ડ ડીક્ષનરી’ નું છે.

પરંતુ ત્રિશુલ ન્યૂઝ ની ટીમે જ્યારે ઓક્સફર્ડ ડિક્શનરી ની વેબસાઈટ પર જઈને આ શબ્દનો અર્થ સર્ચ કર્યો તો આવું કોઈ પેજ ન મળ્યું.

પછી અમે બંને પેજ ની તુલના કરી. પહેલા ટ્વીટમાં રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટ નો લોગો ઓક્સફોર્ડ ડિક્શનરી ની વેબસાઈટ પર રહેલ મૂળ લોગો કરતા અલગ છે. પછી સમજાઈ ગયું કે આખો મામલો ફોટોશોપનો કમાલ છે.

રાહુલે જે બીજો સ્ક્રીનશોટ શેર કર્યો તેમાં ઓક્સફોર્ડ ના ‘O’ ફેરફાર જોવા મળે છે. આ ઉપરાંત ઓક્સફોર્ડ ની વેબસાઈટમાં ‘Powered by OXFORD’ લખેલું હોય છે જે રાહુલના સ્ક્રીનશોટમા નથી.

જણાવી દઈએ કે રાહુલ ગાંધી ઘણી વખત નરેન્દ્ર મોદી પર ખોટુ બોલવાનો આરોપ લગાવતા હોય છે. પછી ભલે તે રફાલ નો મામલો હોય કે દર વર્ષે બે કરોડ નોકરી આપવાનો, કોંગ્રેસ દર આ વખતે પ્રધાનમંત્રી મોદી ને ઘેરે છે. આ વખતે રાહુલનું અસત્ય સાબિત થઈ ગયું છે.