દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધતી રહી છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ 2 રૂપિયાથી વધુ મોંઘુ થઇ ગયું છે. આ વચ્ચે HDFC બેન્કે એક ખાસ પ્રકારનું કાર્ડ બહાર પાડ્યું છે. આ કાર્ડ દ્વારા ગ્રાહકો ફ્રીમાં 50 લીટર પેટ્રોલ-ડીઝલ લઇ શકશે.
હકીકતમાં HDFC બેન્કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત નૉન-મેટ્રો શહેરો અને ગામના યુઝર્સ માટે એક કો-બ્રાંડેડ કાર્ડ ‘ઇન્ડિયન ઑઇલ HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ’ લૉન્ચ કરવામાં આવ્યું છે.
આ કાર્ડ દ્વારા બેન્કના ગ્રાહકો ઇન્ડિયન ઑઇલના આઉટલેટ પર ફ્યૂલ પોઇન્ટ નામનું ડિસ્કાઉન્ટ લઇ શકે છે. આ પોઇન્ટ વાર્ષિક 50 લીટર સુધીના ફ્યૂલ માટે રિડીમ કરી શકીએ છીએ. એટલે કે આ ફ્યૂલ પોઇન્ટ દ્વારા તમે વાર્ષિક 50 લીટર સુધીનું ફ્યૂલ મેળવી શકો છો.
આ ઉપરાંત અન્ય ખર્ચાઓ જેવા કે ગ્રોસરી, બિલ પેમેન્ટ, યુટિલીટી, શૉપિંગ વગેરે પર પણ ફ્યૂલ પોઇન્ટ મેળવી શકો છો. આ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી 500 રૂપિયા છે. જો કોઇ કાર્ડથી વર્ષમાં 50 હજાર રૂપિયાનો ખર્ચ કરે તો વાર્ષિક ફી માફ થઇ જશે.
જણાવી દઇએ કે HDFC બેન્કની 75 ટકાથી વધુ બ્રાન્ચ નૉન મેટ્રો શહેરોમાં છે. સાથે જ ઇન્ડિયન ઑઇલના 27 હજાર રિટેલ આઉટલેટ્સમાંથી 98 ટકા ક્રેડિટ/ડેબિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવામાં સક્ષમ છે. વધુ માહિતી માટે https://www.hdfcbank.com/personal/credit_card/indianOil-hdfc-bank-credit-card પર ક્લિક કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.