મોદી સરકારના રાજ માં ભારતનું અર્થતંત્ર ભાંગી પડ્યું, જાણો વધુ

Published on Trishul News at 2:00 PM, Sun, 2 June 2019

Last modified on June 2nd, 2019 at 2:00 PM

સરકારી આંકડા અનુસાર ભારતનું અર્થતંત્ર છેલ્લા 5 વર્ષોમાં સૌથી વધુ નીચે પડી રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં એપ્રિલ-2018થી માર્ચ 2019 દરમિયાન આર્થિક વિકાસદર 6.8% નોંધાયો હતો. જ્યારે ૨૦૧૯ના જાન્યુઆરી અને માર્ચના ત્રિમાસિક ગાળામાં વિકાસદર માત્ર 5.8% જ નોંધાયો.

જેને પગલે ગત બે વર્ષમાં પ્રથમ વખત ચીન ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ભારતથી આગળ નીકળી ગયું.આનો સ્પષ્ટ મતલબ એ છે કે ભારત હવે દુનિયામાં ઝડપથી વિકસતું અર્થતંત્ર નથી રહ્યું.

ભારતમાં આજે શિક્ષિત બેરૉજગારોની સંખ્યા ખુબ વધી રહી છે. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગામ ઇમ્પ્લિમેન્ટેશને જાહેર કરેલા અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લાં 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી વર્ષ 2017-18માં જોવા મળી હતી. આ વર્ષમાં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો.મંત્રાલયના રિપોર્ટ મુજબ ચોંકાવનારી વાત એ છે કે રોજગારી મેળવવા યોગ્ય 7.8 ટકા શહેરી યુવાનો પાસે નોકરી જ નથી.એ જ રીતે ગ્રામીણ મહિલાઓની વાત કરવામાં આવે તો બેરોજગારીનો દર 5.7 ટકા છે.

જોકે, સરકારે NSSO દ્વારા તૈયાર કરવામાં આવેલા બેરોજગારી દરના તુલનાત્મક આંકડાઓ રજૂ કરવાની ના પાડી દીધી છે.

મોદી સરકારમાં મનમોહન સિંહ જેવા અર્થશાસ્ત્રીની કમી :-

મોદી સરકારમાં નાણાં મંત્રી રહેલા અરુણ જેટલી કોઈ પ્રખર અર્થશાસ્ત્રી નહોતા, તેઓ ફક્ત એક વકીલ હતા. વકીલ હોવાને કારણે તેમને અર્થશાસ્ત્રની લાંબી સમજનો અભાવ હોવાને કારણે જ કદાચ નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો લીધા હશે જેને કારણે દેશનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે.

અધૂરામાં પૂરું કે હવે નાણાં મંત્રાલય નિર્મળા સીતારામન ને સોંપવામાં આવ્યું છે જે પહેલા સંરક્ષણ મંત્રાલય સંભાળતા હતા. પરંતુ તેઓ કોંગ્રેસ નિર્મિત JNUમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક છે જેથી તેઓને કદાચ કોંગ્રેસ પર કોઈ વિકાસ કાર્ય નહી કરવાનો આરોપ લગાવતા પહેલા વિચાર કરવો પડશે.

ધીમું પડતું અર્થતંત્ર

જીડીપીના નવા આંકડા બતાવે છે કે ભારતીય અંર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. છેલ્લાં 15 વર્ષમાં ભારતના અર્થતંત્રનો વિકાસદર ઘરગથ્થુ ખપતને આભારી હતો. પરંતુ લેટેસ્ટ આંકડા બતાવે છે કે આ ખપતમાં ઘટાડો થઈ રહ્યો છે. ઑટોમોબાઇલ ક્ષેત્રમાં કાર અને એસયૂવીનું વેચાણ છેલ્લાં સાત વર્ષમાં સૌથી ઓછું છે. આ સાથે જ મોટરબાઇક, ટ્રેક્ટરનું વેચાણ પણ ઘટ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "મોદી સરકારના રાજ માં ભારતનું અર્થતંત્ર ભાંગી પડ્યું, જાણો વધુ"

Leave a comment

Your email address will not be published.


*