વિદેશી બજારોમાં પેટ્રોલની કિંમત દિન-પ્રતિદિન સતત વધી રહી છે. જો પેટ્રોલની કિંમતમાં એક રૂપિયાનો પણ ઘટાડો થઈ જાય તો લોકો પેટ્રોલ પુરાવા માટે લાઈન લગાવી દે છે. આવી પરિસ્થિતિમાં તમને કોઈ 50 લિટર પેટ્રોલ આપે તો તમે શું કરશો?
એચડીએફસી(HDFC) બેન્ક આ પ્રકારની ખાસ ઓફર લાવી છે. એચડીએફસી બેન્ક (HDFC)એ એક ખાસ કાર્ડ લોન્ચ કર્યુ છે, જેનાથી ગ્રાહકોને ફ્રીમાં 50 લીટર પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે.એચડીએફસી બેંક અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે મળીને ખાસ પ્રકારનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી રહ્યા છે. આ કાર્ડ નું નામ ‘ઇન્ડિયન ઓઇલ HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ’ છે અને આનાથી ખરીદી કરવા પર ગ્રાહકોને ખાસ પ્રકારના ફાયદા થશે.
શું છે ઓફર?આ ઓફર માં તમારે ‘ફ્યૂલ પોઇન્ટ’ એકઠા કરવાના રહેશે. આ ફ્યૂલ પોઇન્ટ્સ ગ્રાહક આ કાર્ડ દ્વારા ખરીદી કરીને મેળવી શકશે. ગ્રાહક જ્યારે જ્યારે ખરીદી કરવા માટે આ કાર્ડનો ઉપયોગ કરશે ત્યારે ત્યારે તેને પોઈન્ટ મળશે. આ પોઇન્ટથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે કારણ કે તેમણે વાર્ષિક 50 લીટર સુધીના ફ્યૂલ માટે રિડીમ કરવામાં આવી શકે છે. એટલે તમને 50 લીટર પેટ્રોલ અથવા ડીઝલ ફ્રીમાં મળી જશે.
આ રીતે ક્રેડિટ કાર્ડ મેળવો :-જો તમે પણ આ ઓફર થી પ્રભાવિત થઈને ક્રેડિટ કાર્ડ ખરીદવા પ્રેરિત થયા હોય તો એચડીએફસી બેન્કની વેબસાઇટ ( www.hdfcbank.com) પર જઇને તેની માટે અરજી કરી શકો છો અથવા નજીકની શાખામાં જઇને પણ અરજી કરી શકો છો.
આ છે અમુક શરતો :-દરેક ઓફર પાછળ અમુક શરતો છુપાયેલી હોય છે. આ યોજનાનો ફાયદો માત્ર નોન-મેટ્રો શહેર અને કસ્બાના ગ્રાહકોને જ મળશે અને કાર્ડની વાર્ષિક કિંમત 500 રૂપિયા છે. બીજી તરફ જો કોઇ એક વર્ષમાં 50,000 રૂપિયા ખર્ચ કરે છે તો તેને આ વાર્ષિક ફી પણ નહી ચુકવવી પડે. કાર્ડ રૂપે અને વિઝા બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.