ઈન્દોર: હાલમાં એવા ઘણા બનાવો સામે આવી રહ્યા છે. જેમાં નજીવી બાબતે અથવા તો પ્રેમના ચક્કરમાં એક બીજાની હત્યા કરવામાં આવતી હોય છે. આ દરમિયાન, છત્રીપુરા ક્ષેત્રના આદર્શ ઈન્દિરા નગરમાં શનિવારે રાતે એક પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ધુસીને તેને ગોળી મારી હતી. ત્યારબાદ તેણે પોતાના જ કાન પર પિસ્તોલ મુકીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, ગોળી યુવતીના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી. યુવતીને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તે ખતરાની બહાર હોવાનું કહેવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, પ્રેમિકાની સગાઈ બીજી કોઈક જગ્યાએ નક્કી થઈ ગઈ હતી. જેના કારણે નારાજ પ્રેમીએ આ પગલું ભર્યું હતું.
જાણવા મળ્યું છે કે, આ ઘટના શનિવારે રાતે આદર્શ ઈન્દિરા નગરમાં બની હતી. ગાંધીનગર નેનોદ નિવાસી 26 વર્ષનો નવીન પરમાર અહીં રહેતી પોતાની પ્રેમિકાના ઘરે પહોંચ્યા હતો. ઘટના અંગે યુવતીના ભાઈએ જણાવ્યું કે, તે રૂમમાં સુતો હતો ત્યારે અચાનક જ નવીન ગાળો બોલતો-બોલતો આવ્યો અને પિસ્તોલ દીવાલ પર પછાડીને દીદી સાથે ઝધડો કર્યો. હું બહાર આવું, ત્યાં સુધીમાં તો તેણે દીદી પર ગોળી પણ ચલાવી હતી. ત્યારબાદ તેણે પોતાના પર પણ ગોળી ચલાવી હતી.
ગોળીઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન, નવીનનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે યુવતીની સ્થિતિ હાલ સામાન્ય છે. જાણવા મળ્યું છે કે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. નજીકના લોકોના જણાવ્યા અનુસાર બંને સાથે જ કામ કરતા હતા. આ દરમિયાન, બંને એક-બીજાની નજીક આવ્યા હતા.
CSP એસકેએસ તોમરે જણાવ્યું કે, બંને થોડા સમય પહેલા યશવંત પ્લાઝામાં અલગ-અલગ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. યુવતીના પિતા નથી અને ઘરમાં માતા, બે બહેન અને એક ભાઈ હોવાનું સામે આવ્યું છે. બંને એક-દોઢ વર્ષથી પ્રેમમાં હતા અને યુવક લગ્ન પણ કરવા માંગતો હતો. આ ઉપરાંત, તેણે યુવતીને ગાડી અને વીટી પણ આપી હતી. જોકે, થોડો સમય પહેલા જ યુવતીના લગ્ન નક્કી થઈ ગયા હતા.
શનિવારે આ વાતની જાણ પ્રેમીને થતા તે યુવતીના ઘરે પહોંચ્યો અને હુમલો કરી દીધો હતો. બીજી બાજુ હોસ્પિટલમાં દાખલ યુવતીએ નિવેદનમાં કહ્યું કે, નવીન ઘરે આવ્યો અને કહ્યું મારી જોડે લગ્ન કરવા ન હતા, તો મારી સાથે આવું શાં માટે કર્યું? હવે તુ કે હું બંન્નેમાંથી કોઈ જીવશે નહિ એમ કહીને ગોળી મારી દીધી હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.