પરિણીત યુવાનને પરિણીતાની સાથે પ્રેમસંબંધ બંધાતાં જ મિલકતના પેપર્સ ઉપર સહી કરવાનું કહીને પત્ની પાસે છુટાછેડાના દસ્તાવેજો પર સહી કરાવીને પ્રેમિકાની સાથે પુન:લગ્ન કરી લીધાનો મામલો મહેસાણા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં નોધવામાં આવ્યો હતો. જેમાંથી બંને પક્ષોને સમજાવવાના પ્રયત્નો વચ્ચે પતિએ પહેલી પત્નીને રાખવાની આનાકાની કરતાં આખરે મામલો ભરણપોષણ અને પુન:લગ્ન ગેરકાયદે હોવા સંબંધે પોલીસને ફરિયાદ કરવા સુધી પહોંચ્યો હતો.
છેલ્લા લગભગ 2 વર્ષથી દારૂ પીને માર મારતાં પતિથી કંટાળીને મહિલાએ આખરે સંતાનોને લઇને પિયર ચાલી ગઇ હતી. આ દરમિયાન પતિએ તેના મોબાઇલમાં મંદિરમાં મહિલાની પાંથીમાં સિંદૂર પૂરવાના અને હાર પહેરાવતા મૂકેલા ફોટાઓને જોઇ તેની પત્ની ચોંકી ગઇ હતી અને છુટાછેડા વિના લગ્ન ના કરી શકે એ મુદ્દો ઉઠાવ્યો હતો. પણ તપાસ કરતાં પતિએ મિલકતના દસ્તાવેજોમાં સહી કરાવવાનું કહી છુટાછેડા લેખમાં સહીઓ કરાવી દીધાનું ખુલ્યું હતું.
આથી, મહિલાએ પતિએ છેતરપિંડીથી છુટાછેડાને લઇને બીજા લગ્ન કર્યા હોવાની અરજી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં આપી હતી. જો કે, યુવાને પહેલી પત્ની સાથે રહેવાનો ઇન્કાર કરતાં કાઉન્સિલરે મહિલાને કોર્ટમાંથી ભરણ-પોષણ અપાવવા અને પતિના બીજા લગ્ન ખોટા હોવાની બાબતે પોલીસે કાર્યવાહીમાં મદદ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news