હાલમાં લીંબાયત પોલીસ મથકની હદમાં આવેલા દેવધ રેલવે ટ્રેક પર એક અજાણી મહિલાની લાશ કપાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. પોલીસ એ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે લાશ બીજા કોઈની નહીં પણ ગોદાદરા વિસ્તારમાં રહેતી સોનલ કલસરિયાની હોવાનું બહાર આવ્યુ હતુ.
ગોડાદરામાં ઓક્ટોબર મહિનામાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને તેના પતિએ બનેવી સાથે મળીને માર મારી બેહોશ કરી ગઈ કાલે રેલવે ટ્રેક પર નાખી હત્યા કરી હતી. ગુમ થયાની ફરિયાદના 10 દિવસ બાદ તે ઉના ખાતે રાજ પેલેસ હોટલમાં રોકાઈ હતી. ભાવેશના સંબંધીઓને આ બાબતે જાણ થતાં કારમાં બેસાડી સોનલ અને તેના પ્રેમી પ્રવિણને સુરત લાવ્યા હતા. જે દિવસે ઉનાથી આવ્યા એ જ રાત્રે બાર વાગે ભાવેશ અને સોનલ વચ્ચે ઝગડો થતા તેણે કહ્યું કે તે પાછી પ્રવિણ સાથે ભાગી જશે.
તેણે ભાવેશને મર્દાનગી બાબતે પણ મેણા માર્યા હતા. તેથી ઉશ્કેરાયેલા ભાવેશે સોનલનું માથું દિવાલ સાથે અફાળી દીધું હતું. જેથી તે બેહોશ થઈ ગઈ હતી. ભાવેશને એમ હતું કે તે મરી ગઈ છે. તેથી ભાવેશે બનેવી અશોક હડિયા સાથે મળીને સોનલને કારમાં નાંખીને દેવધ-દેલાડવા ફાટક પાસે રાત્રે બે વાગે લઈ જઈ ટ્રેક પર સુવડાવી દીધી હતી. રાત્રે એક ટ્રેન આવતા સોનલ આ ટ્રેનની નીચે કપાઈ ગઈ હતી. આ મામલે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના ચાર મહિના બાદ તપાસના અંતે ગોડાદરા પોલીસમાં હત્યાનો ગુનો નોંધી શનિવારે ધરપકડ કરવામા આવી છે.
પોલીસે પરિવાર અને પતિની પુછ પરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, પરણિત સોનલને અન્ય એક ઈસમ સાથે પ્રેમ સંબંધ હતા અને તે તેના પ્રેમી સાથે ગિરસોમનાથ ઉના ખાતે ભાગી ગઈ હતી પણ તે પરણિત હોવાથી સસરા પક્ષ તેને પાછા સુરત લાવ્યા હતા પણ તેની જીદ હતી કે તેણે તેના પ્રેમી સાથે જ રહેવું છે. પણ તે પહેલેથી જ પરણિત હોવાથી પ્રેમમાં નિષ્ફળતા મળતા તેણે રેલવે ટ્રેક પર પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પણ પોલીસને તે વાત ગળે નહીં ઉતરતા પોલીસ અલગ અલગ એંગલથી ઉંડાણ પૂર્વક દસ મહિના સુધી આત્મહત્યા અને હત્યાના એંગલથી તપાસ કરતા પોલીસને એક મહત્વની કડી મળી હતી તે કડી હતી ફોનનું લોકેશન. જ્યારે મહિલાની મોત થયું હતું ત્યારે આ મહિલાના પતિનું લોકેશન તે જ દેવધ રેલવે ટ્રેક પાસેનું હોવાનું બહાર આવતા પોલીસએ પતિને કડકાઈથી પૂછપરછ કરી હતી અને પતિએ પોલીસ સમક્ષ આ વાતની કબૂલાત કરી હતી કે, તે હત્યા તેણે જ તેના બનેવી સાથે મળીને કરી છે.
તેણે ઘરમાં જ તેને માર મારી દીવાલ સાથે માથું અથડાવતા તેને ગંભીર ઇજા પહોચવાના કારણ તે બેભાન થઈ ગઈ હતી અને પતિને લાગ્યું કે તે મૃત્યુ પામી છે. તેવું સમજી યુવતીને કારમાં લઇ જઈને રેલવેના ટ્રેક પર મૂકી દીધી હતી અને ટ્રેન નીચે આવી જતાં તે કપાઈ જવાથી હત્યા થઇ હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.
પોલીસએ પતિ અને તેના બનેવીની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી અને આ હત્યામાં અન્ય કોઈ ઘરનું સામીલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે. પણ અહીં એ વાત સાબિત થાઈ છે કે ગુનેગાર કેટલો પણ હોશિયાર હોઈ તે પોલીસની પકડથી તો બચી શકતો જ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.