સુરત(Surat): શહેરના એરપોર્ટ(Surat Airport) પર નોકરી અપાવાવના બહાને ગઠિયાએ રૂસ્તમપુરા(Rustampura)ના એક યુવક પાસેથી 1.58 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. સલાબતપુરા પોલીસ સ્ટેશન(Salabatpura Police Station)માંથી મળતી માહિતી મુજબ, રૂસ્તમપુરામાં આવેલ રેશનવાડ ખાતે રહેતા કૌશલ ભગવાનદાસ રાણા જરીનું કામકાજ કરે છે. મળતી માહિતી અનુસાર, માર્ચ 2020માં તેની ઓળખાણ આરોપી જીતેન્દ્ર આર.મયેકર(રહે, નવસારી) સાથે થઈ હતી.
તે સમયે જીતેન્દ્રએ પોતે વિવિધ સંસ્થાઓ, સરકાર માન્ય સંસ્થાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી જેવા હોદ્દા પર હોવાનું જણાવી પોતાનું વિઝિટિંગ કાર્ડ કૌશલ ભગવાનદાસ રાણાને આપ્યું હતું. સરકારી-અર્ધસરકારી સંસ્થાઓ, કંપનીમાં ખુબ ઓળખાણ હોવાનું કહીને ઘણા લોકોને નોકરી અપાવીને તેમનું ફ્યુચર સેટ કર્યું હોવાનું આરોપીએ કહ્યું હતું જેને કારણે કૌશલ તેની વાતોમાં આવી ગયો હતો.
કૌશલને કહ્યું કે, હાલ સુરત એરપોર્ટ પર જે અધિકારી મૌજુદ છે તે તેના કાકા છે તેવું કહીને કહી વિશ્વાસ મેળવ્યો હતો. ત્યાર પછી નોકરીના યુનિફોર્મ, સેલેરી એકાઉન્ટ ખોલવા, એકાઉન્ટમાં રીવર્સ એન્ટ્રી પાડવા, મીનીમમ બેલેન્સ માટે, સ્ટેમ્પ ખરીદવા, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવા, ક્રેડિટ કાર્ડ એક્ટીવ કરવા,મોબાઇલ રીચાર્જ, ઇન્કમટેક્ષ રીટર્ન, પીપીએ કીટ, ફેસ શીલ્ડ,બેંક અધિકારી સાથે સેટિંગ કરવા વગેરે સહિતના વ્યવહાર માટે કુલ 1.58 લાખ રૂપિયા કૌશલ રાણા પાસેથી મેળવી લીધા હતા.
ત્યારપછી પણ કોઈ જવાબ ન આપતા કૌશલે આરોપી જીતેન્દ્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. આરોપી જીતેન્દ્રએ કૌશલ જેવા બીજા જરૂરિયાતમંદ યુવાનો પાસેથી પણ નોકરી અપાવવાના બહાને રૂપિયા લીધા હોવાની શક્યતાઓ છે.
જગ્યા ખાલી હોવાનું કહીને જાળમાં ફસાવ્યો:
કાર્ગોમાં સારા અને વિશ્વાસુ માણસની જરૂરત છે, હું તમને નોકરી અપાવી દઈશ તેમ કહીને 35 હજાર રૂપિયાનું કહીને ઓન લાઈન ફોર્મ ભરવાનું કહ્યું હતુ. બાદમાં બોન્ડ પેટે અંદાજે 35 હજાર રૂપિયા કૌશલ પાસેથી ખંખેરી લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.