સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તરછોડી

સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારની કોલેજિયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા બાંધીને તેના માતા-પિતા સમક્ષ પોતે ધનાઢ્ય પરિવારનો હોવાની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી.…

સુરત(Surat): શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારની કોલેજિયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા બાંધીને તેના માતા-પિતા સમક્ષ પોતે ધનાઢ્ય પરિવારનો હોવાની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. ફરવા જવાના બહાનું કાઢીને પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ શારીરીક સબંધ બાંધ્યા બાદ તરછોડી દેનાર યુવક વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધવામાં આવી છે.

લિંબાયત વિસ્તારની 21 વર્ષની કોલેજિયન યુવતીનો એક વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર કૃણાલ રવિકાંત બારી (રહે. 207, સુયોગ નગર, ભટાર) સાથે પરિચય થયો હતો અને ત્યારબાદ બંનેએ મિત્રતા કેળવી હતી બાદમાં પ્રેમપ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ યુવતી ઇન્કાર કરી દઇ પોતાના માતા-પિતાને મળવા માટે કહ્યું હતું. જેથી યુવતીના નવા ઘરમાં પ્રવેશ વખતે કૃણાલ ત્યાં પહોંચી ગયો હતો. જ્યાં કૃણાલે ભાટીયા મોબાઇલની ફ્રેન્ચાઇઝી, 8થી 9 કરોડનો બંગલો અને ડુમસના લક્ષ્મી ફાર્મમાં ઝીંગા તળાવ હોવાનું જણાવ્યું હતું. જેથી યુવતીના લગ્ન કૃણાલ સાથે થાય તેવું તેના માતા-પિતા ઇચ્છતા હોવાથી બંને એકબીજાને અવારનવાર મળતા હતા.

હોટલમાં બે દિવસ રોકાઈ શારીરીક સબંધ બાંધ્યા:
આ દરમિયાન કૃણાલ યુવતીને ફરવાના બહાને પોતાના ઘરે અને વેસુ વિસ્તારની અનંત હોટલ અને રોયલ સેલિબ્રેશન હોટલમાં લઇ ગયો હતો અને બે દિવસ રોકાયા હતા અને ત્યાં યુવતી સાથે પણ શરીરસંબંધ બાંધ્યો હતો. જોકે યુવતીને લઇ કૃણાલ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના માતા-પિતાએ તમારા લગ્ન નહીં થાયે એમ કહી યુવતીને તેના ઘરે મુકી આવવા માટે કહ્યું હતું.

સમજાવવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવ્યો:
કૃણાલ યુવતીને લઇ ફરવા જતો હતો અને શરીરસંબંધનો ઇન્કાર કરતા યુવતીને તેના માતા-પિતાને જાણ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જોકે છેવટે યુવતીએ માતા-પિતાને જાણ કરી દેતા તેમણે કૃણાલને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કૃણાલે ગાળાગાળી કરી લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા છેવટે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *