આજે અમે તમને એવા મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેણે ગ્રાફોલોજીમાં વિશ્વની પ્રથમ મહિલાનો ખિતાબ મેળવ્યો છે અને અન્ય કેટલીય કન્યાઓના લગ્ન અને કન્યાદાન કર્યું છે. તો ચાલો અમે તમને જણાવીએ કે કોણ છે આ મહિલા?
મહિલાએ કહ્યું છે કે, પોતે લગ્ન નથી કર્યા પણ અન્ય કન્યાઓના લગ્ન કરાવી, લગ્નમાં જેટલું બને તેટલું મદદરૂપ થઈ માતા-પિતા જેટલો જ આનંદ મેળવી રહી છું તેમ 38 જેટલી કન્યાઓને કન્યાદાન કરનાર બીજું કોઈ નહી પણ, ડૉ. કૌશલ્યાબેન દેસાઈ છે.
અમે તમને જણાવી દઈએ કે, ગ્રાફોલોજીમાં વિશ્વની પ્રથમ મહિલાનો ખિતાબ પ્રાપ્ત કરનાર ડૉ.કૌશલ્યાબેન દેસાઈ કે, જેમણે માતા-પિતાની સેવા કરવા માટે મેં લગ્ન નથી કર્યા પણ લોકોના લગ્ન કરાવવામાં પછી તે સમૂહલગ્ન હોય, કોઈ એક દંપતીના હોય, તમામને મદદરૂપ થાઉં છું અને 38 કન્યાદાન પણ પોતાના ખર્ચે કરવામાં આવેલા છે.
એક એવી માતા કે જેમને અનેક દીકરા-દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને પોતે પણ વિશ્વની પ્રથમ ગ્રાફોલોજી મહિલા તરીકે પ્રસિદ્ધિ પામી છે. જેને માતા-પિતાએ તરછોડી દીધી હોય અથવા તો તેમના છૂટાછેડા પતિએ તરછોડી હોય એવી દીકરીઓના કન્યાદાન પણ આ મહિલા દ્વારા કરવામાં આવ્યા છે.
સ્પેશ્યલ મધર એવોર્ડ થયો એનાયત:
તાજેતરમાં જ જો વાત કરવામાં આવે તો બેસ્ટ સ્પેશિયલ મધર એવોર્ડ જાગૃતીબેન શાહ અને અમર જ્યોતિબા તરફથી ડોક્ટર કૌશલ્યા દેસાઈને એનાયત કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.