બલરામપુર જિલ્લાના મહારાજગંજ વિસ્તાર માં એક ખેતરમાંથી મળી આવેલ માથું કપાયેલ ધડનો કેસ પોલીસે ગુરુવારે ઉકેલી નાખ્યો હતો. આ કેસમાં પોલીસે એક જ પરિવારના ત્રણ લોકોની ધરપકડ કરી છે.
પોલીસ અધિક્ષક દેવ રંજન વર્માએ જણાવ્યું હતું કે, 18 ઓગસ્ટ, 2019 ના રોજ ગામ મોતીપુર પોલીસ સ્ટેશન, મહારાજગંજમાં એક ખેતરમાં અજાણ્યા માણસની માથા વગરની લાશ મળી હતી. કેસની તપાસ દરમિયાન મૃતકની ઓળખ બહરાઇચ જિલ્લાના પાયગઢપુર પોલીસ સ્ટેશન હેઠળના કાંજેભરીયા ગામના રહેવાસી હીરા સિંહ તરીકે થઈ હતી.
જ્યારે હિરા સિંહની પત્ની મિથિલેશ સિંહની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે, હીરાસિંહે અને તેણે કોર્ટ મેરેજ કર્યા હતા.આ પછી, હીરાએ મારા પહેલા પતિ બબ્બન સિંહની પુત્રી સાથે બળજબરીથી ગેરકાયદેસર રીતે સંબંધ બાંધ્યો હતો, જેનો તેણે અને તેની પુત્રીએ અનેક વખત વિરોધ કર્યો હતો પરંતુ હીરાનએ ધ્યાનમાં લીધું ન હતું.
આનાથી પરેશાન થઈને, તે તેના પહેલા પતિ બબ્બન સિંહ પાસે પાછી ગઈ, પરંતુ તેમ છતાં હીરાએ શારીરિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. આથી ત્રણે મળીને હિરાસિંહની હત્યા કરી હતી અને લાશની ઓળખ ન થઈ શકે તે માટે તેનું માથું કાપીને ધડ ફેંકી દીધું હતું. મિથલેશના આ નિવેદન બાદ પોલીસે બબ્બન સિંહ અને તેની પુત્રીની પણ ધરપકડ કરી હતી.હીરાની થયેલ હત્યા સ્થળે થી પોલીસને લોખંડનું ધારદાર હથિયાર, મોબાઇલ ફોન આ ઉપરાંત પેન્ટ ટીશર્ટ મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.