રસ્તા પર જોવા મળ્યો ‘બાહુબલી નો ભલ્લાલદેવ’, આખલાને સેકન્ડમાં જ પછાડી દીધો.

તમે પ્રખ્યાત અને લોકપ્રિય ફિલ્મ બાહુબલી જોઇ હશે જ અને તમને તે દ્રશ્ય પણ યાદ આવશે કે, જેમાં બાહુબાલીનો શક્તિશાળી ભાઈ ભલ્લાલદેવ ગુસ્સે થયેલ આખલા…

તમે પ્રખ્યાત અને લોકપ્રિય ફિલ્મ બાહુબલી જોઇ હશે જ અને તમને તે દ્રશ્ય પણ યાદ આવશે કે, જેમાં બાહુબાલીનો શક્તિશાળી ભાઈ ભલ્લાલદેવ ગુસ્સે થયેલ આખલા સામે લડતી વખતે તેને ઉપાડીને જમીન ઉપર ફેકી દે છે. હવે આવું હકીકતમાં પણ થયું છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માણસ આખલાના ફક્ત શીંગડા પકડીને તેને જમીન ઉપર પછાડી દે છે.

તમે આ ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકો છો કે, કેવી રીતે એક માણસ આખલાના ફક્ત શીંગડા પકડીને તેની સાથે લડી રહ્યો છે અને શક્તિશાળી આખલો પણ તેની સામે લાચાર છે.

તે આખલાના શિંગડાને પકડી રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આખલો પણ તેની બધી તાકાતથી માણસનો રસ્તા ઉપર પછાડવા માંગે છે. પરંતુ આખલો તે વ્યક્તિની મજબૂત પકડથી છૂટકારો મેળવી શકતો નથી.

થોડો સમય પ્રયત્ન કર્યા પછી, તે વ્યક્તિ આખરે જમીન પર આખલાને પછાડ્યો. હવે આ વીડિયો વાયરલ થયો છે, જેના પછી લોકો સોશ્યલ મીડિયા પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. મોટાભાગના લોકો તેને ‘ભલ્લાલદેવ’ કહેવા લાગ્યા છે.

જો કે આ વિડિઓ કયા શહેરનો છે અને તે વ્યક્તિ કોણે છે જેણે બળદને હરાવી દીધો, તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ આ વિડિઓ દ્વારા લોકોને ખુબ જ મનોરંજન થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *