સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને છેતરપીંડી(Fraud) કરી પૈસા પડાવવાની ઘણો ખુબ જ વધી રહી છે. ક્યારેક લોનના નામે છેતરપીંડી, તો કયારેક ધાક ધમકીઓ આપી પૈસા પડાવવા વગેરે… હાલ એવા જ એક સમાચાર મળી આવ્યા છે. અહીં, માત્ર કહેવાતા પત્રકારે(Journalist) તેની તમામ હદ વટાવી દીધી છે. જાણવા મળ્યું છે કે, તે નકલી પત્રકાર બની સામાન્ય માણસોને છેતરતો હતો.
હાલમાં સુરતમાં અરુણ પાઠક નામક પત્રકારનો સામાન્ય માણસમાં ભય જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, અરુણ પાઠક નામનો આ બોગસ પત્રકાર કોઈ પણ જગ્યાએ બાંધકામ થાય ત્યાં જઈ પત્રકારના નામે પૈસા ઉઘરાવતો હતો. અને જો કોઈ બોલાચાલી કરે તો ધક ધમકીઓ પણ આપતો હતો. આ જ રીતે તેણે ડીંડોલી વિસ્તારમાં બાંઘકામની સાઈડ પર જઈ 5 લાખ રૂપિયા માંગ્યા હતા. તેમજ એવી ધમકી પણ આપી હતી કે, 5 લાખ રૂપિયા નહિ આપે તો તારું બાંધકામ તોડાવી દઈશ.
આ સિવાય વધુ એક જગ્યાએ પણ આ જ રીતની માંગણી કરી હતી. તેણે નવનિર્મિત બાંઘકામ પર જઈ માલીકની સાથે મારામારી પણ કરી હતી. જેના કારણે બોગસ પત્રકાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેથી ફરીયાદના આધારે ડીંડોલી પોલીસે અરુણ પાઠક અને અન્ય બે સાગરીતો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ આરોપીની ડીંડોલી પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.