કતારગામની ઉમિયા ડેરીમાં આરોગ્ય વિભાગના દરોડા- રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઘી કે માવાનું વેચાણ નહીં કરવા આદેશ

સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં આવેલી ઉમિયા ડેરી(Umiya Dairy) પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ(Food department checking) હાથ ધરવામાં આવ્યું હતું. ઉમિયા ડેરી ના માલિક દ્વારા ભેળસેળ…

સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં આવેલી ઉમિયા ડેરી(Umiya Dairy) પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ(Food department checking) હાથ ધરવામાં આવ્યું હતું. ઉમિયા ડેરી ના માલિક દ્વારા ભેળસેળ વાળું ઘી વેચવામાં આવતું હોવાની વારંવાર ફરિયાદો મળતાં મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ડેરીમાં વેચાણ અર્થે રખાયેલા ઘી તેમજ માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે.  આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીમાં વેચાતા પદાર્થોના સેમ્પલિંગ લેવાની શરૂઆત કરતા આજુબાજુની ડેરી સંચાલકો અને મીઠાઈની દુકાનદારોમાં ફફડાટનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

ડેરીમાં રખાયેલા 113 કિલો ઘી તેમજ 13 કિલો માવાના જથ્થા ને સિઝ કરવામાં આવ્યો. જ્યાં સુધી લેબોરેટરી રિપોર્ટ ના આવે ત્યાર સુધી આ જથ્થામાથી ઘી નું કે માવાનું વેચાણ નહીં કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામા આવશે. સેમ્પલ નો રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે કે શું ઘી અને માવા માં ભેળસેળ કરવામાં આવી રહી છે? રિપોર્ટ આવ્યા બાદ ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ભેળસેળ જણાઈ આવે તો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *