સુરતમાં ઠેરઠેર ડીશગોળા બનાવતી દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, બરફના સેમ્પલો લઈ લેબમાં મોકલાયા

સુરત(ગુજરાત): હાલમાં વધી રહેલા રોગચાળાને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘણી જગ્યાએ દરોડા પાડીને ખાવા-પીવાની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભાર ઉનાળામાં મોટા પ્રમાણમાં લોકો આઈસ ડીશ ખાવા જતા હોય છે. આ દરમિયાન, હાલ મનપાની ટીમ દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બરફના સેમ્પલો લેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, આઈશ ડિશમાં ઉમેરવામાં આવતા કલરની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે ટેસ્ટીંગ કરતા દુષિત પાણીમાંથી બનતા ઇન્ડસ્ટ્રીયલ બરફનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આઈશ ડિશ અને શેરડીના રસ સહિત છૂટક ઠંડા પીણામાં દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદના પગલે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને આઈસ ડીશ વેચતા લોકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી સેમ્પલો લીધા બાદ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. હવે રિપોર્ટ આવ્યા બાદ કસુરવારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *