શું તમને પણ ઊંઘમાં બડબડાટ કરવાની ટેવ છે? તો થઇ જજો સાવધાન- બની શકો છો આ ગંભીર બીમારીનો ભોગ

કેટલાક લોકોને સૂતી વખતે બડબડાટ કરવાની ટેવ હોય છે. પરંતુ, બડબડાટ કરવાની આ આદત ઊંઘની વિકૃતિઓનું લક્ષણ દર્શાવે છે. આ રોગ ઘણા કારણોસર થાય છે, જેમાં સૌથી મોટું કારણ તણાવ, હતાશા, અપૂરતી ઊંઘ અને ખોટી જીવનશૈલી હોય શકે છે. સ્લીપિંગ ડિસઓર્ડરને કારણે ઊંઘ પૂરી નથી થતી અને દિવસભર થાક લાગવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. આજે આ સમસ્યા સમગ્ર વિશ્વમાં સામાન્ય બની ગઈ છે. અમેરિકાની એક તૃતીયાંશ વસ્તી સાત કલાકથી ઓછી ઊંઘ લે છે અને 70 ટકા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ 8 કલાકથી ઓછી ઊંઘ લે છે.

આ આંકડો અઠવાડિયાના દિવસોની ગણતરી પ્રમાણે કરવામાં આવે છે. આમાંના મોટા ભાગના એવા લોકો છે જેઓ તણાવનો શિકાર છે. અકાળે ઉંઘ આવવી, થાક લાગવો, એકાગ્રતાનો અભાવ, ચીડિયાપણું વગેરેને સ્લીપ ડિસઓર્ડરની નકારાત્મક અસરો તરીકે જોવામાં આવે છે. તેની અસર લોકોના કાર્યસ્થળથી લઈને સંબંધો પર પણ જોવા મળી રહી છે.

જો તેના લક્ષણો વિશે વાત કરીએ તો તેના લક્ષણો છે કે, નિંદ્રા, દિવસભરનો થાક, વિચિત્ર શ્વાસ, ઊંઘતી વખતે ગણગણાટ, બેચેની, કામના સ્થળે કામ પર અસર થવી, એકાગ્રતાનો અભાવ, ઉદાસીનતા અને અચાનક વજન વધવું. જો આ લક્ષણો એક મહિનાથી વધુ સમય સુધી રહે છે, તો તેને અવગણવું જોઈએ નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

તેની સારવાર શું છે, તબીબી સારવાર અને ડૉક્ટરની સલાહ અનુસાર ઊંઘની પેટર્નમાં સુધારો શક્ય છે. આ ઉપરાંત, જીવનશૈલીમાં ફેરફાર કરીને ઊંઘની પેટર્ન પણ સુધારી શકાય છે. જો આપણે જીવનશૈલીમાં પરિવર્તનની વાત કરીએ તો આ બાબતોને ધ્યાનમાં રાખવાની ખુબ જ જરૂર છે.

મીઠાઈઓ ઓછી ખાઓ અને શક્ય હોય ત્યાં સુધી તમારા આહારમાં માછલી અને લીલા શાકભાજીનો સમાવેશ કરો.

તમારા જીવનમાં કસરત અને સ્ટ્રેચિંગનો સમાવેશ કરો, સૂતા પહેલા પાણી ઓછું પીવાનું રાખવું જોઈએ.

કેફીનનું પ્રમાણ ઘટાડવું તેમજ ખાસ કરીને સાંજ પછી દારૂ અને તમાકુનું સેવન ટાળવું જોઈએ.

રાત્રિભોજનમાં ઓછા કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું જોઈએ તમજ વજન નિયંત્રણમાં રાખો. સૂવાનો સમય અને જાગવાનો સમય ફિક્સ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *