100 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોના શરીરમાં એવું તો શું છે કે, આટલા વર્ષો સુધી નથી આંબતું મોત- જાણો અહીં

માનવ શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. આમાંથી કેટલાક સારા બેક્ટેરિયા છે અને ઘણા હાનિકારક બેક્ટેરિયા આ બંને પ્રકારના જોવા મળે છે. તંદુરસ્ત અને…

માનવ શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. આમાંથી કેટલાક સારા બેક્ટેરિયા છે અને ઘણા હાનિકારક બેક્ટેરિયા આ બંને પ્રકારના જોવા મળે છે. તંદુરસ્ત અને સારું જીવનજીવવા માટે, શરીર તંદુરસ્ત હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આંતરડા તેને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

આંતરડામાં લગભગ 300 થી 500 વિવિધ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. બેક્ટેરિયાના આ જૂથને માઇક્રોબાયોટા તરીકે ઓળખવામાં આવે છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, જે લોકો લગભગ 100 વર્ષનાં છે તેમના આંતરડામાં ચોક્કસ બેક્ટેરિયા છે જે શક્તિશાળી એન્ટિમાઇક્રોબાયલ બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે.

આ અભ્યાસ કરવા માટે,નિષ્ણાતોએ 100 વર્ષથી વધુ ઉંમરના 160 લોકોના મળનું સેમ્પલ લઈને સેંટિનરિયન માઇક્રોબાયોટાનું નિરીક્ષણ કર્યું હતું. નિષ્ણાતોએ 100 વર્ષથી વધુ ઉંમરના લોકોના માઇક્રોબાયોટાની સરખામણી 85 થી 89 વર્ષની ઉંમરના 122 વૃદ્ધ વ્યક્તિ સાથે કરી અને સાથે-સાથે 21 થી 55 વર્ષની ઉંમરના 47 જેટલા લોકો સાથે કરી હતી.

મળતી માહિતી અનુસાર, ઓડીરોબેક્ટેરિયાસી નામનું બેક્ટેરિયા જે પિત્ત એસિડ ઉત્પન્ન કરીને અન્ય ખતરનાક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે, તે 100 વર્ષથી વધુ ઉંમરના લોકોના આંતરડામાં વધારે પ્રમાણમાં હાજર હતું. નમૂનામાંથી, સંશોધકોએ શોધી કાઢ્યું કે વૃદ્ધો અને યુવાનોની સરખામણીમાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકોના આંતરડામાં પિત્ત એસિડ બનાવવા માટે સક્ષમ સુક્ષ્મજીવાણુઓ હાજર હતા.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મુજબ, પિત્ત એક પ્રવાહી છે જે યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે અને પિત્તાશયમાં જમા થાય છે. પિત્ત પાચનમાં મદદ કરે છે. આ અભ્યાસના લેખક, ટોક્યોની કેઇઓ યુનિવર્સિટી ઓફ મેડિસિનના પ્રોફેસર કેન્યા હોન્ડાએ ડેલી મેઇલની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આનુવંશિક પરિબળો અને ખોરાક આંતરડાની માઇક્રોબાયોટાની રચના પર અસર કરી શકે છે.

પિત્ત એસિડ, જેને આઇસોલો-લિથોકોલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, આંતરડાના પેથોજેન્સની વિરુધ એન્ટિમાઇક્રોબાયલ તરીકે કામ કરે છે. પિત્ત એસિડ ક્લોસ્ટ્રિડોઇડ્સ ડિફિસિલ નામના બેક્ટેરિયાને અટકાવવામાં સક્ષમ હોવાનું સાબિત થયું હતું.

આ ક્લોસ્ટ્રિડોઇડ્સ ડિફિસિલ નામના બેક્ટેરિયાને કારણે એન્ટીબાયોટીક્સ લેતા લોકોને જાડા પણ થઇ શકે છે. NHS અનુસાર, સી.દિફીસાઈલના ચેપ કારણે આંતરડાની ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.

પ્રોફેસર હોન્ડાએ કહ્યું કે, “અમારા તારણો મુજબ ઓડોરીબેક્ટેરિયા અને 100 વર્ષથી વધુ ઉંમરના લોકો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. “જો કે, આ સૂચવે છે કે પિત્ત એસિડમાંથી મેળવેલા બેક્ટેરિયા લાંબા સમય સુધી જીવવામાં ફાળો આપે છે. તેઓ કહે છે કે, અમારી પાસે બંને વચ્ચે કારણ અને અસરનો સંબંધ દર્શાવતો કોઈ ડેટા નથી.

પહેલાના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મજીવોનું જૂથ જે આપણા આંતરડામાં રહે છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારી અને મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય, માનસિક તણાવ,પુરતી ઊંઘ ન લેવી, મીઠાઈઓનો વધુ પડતો વપરાશ અને એન્ટિબાયોટિક્સ સહિત ઘણા પરિબળો છે જે આંતરડાને અસ્વસ્થ બનાવવામાં માટે મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *