Gondal Market Yard: સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ વસ્તુઓનીઆવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં(Gondal Market Yard) ઘઉંની આવક કરતા 15થી 20 હજાર ગુણી ઘઉંની આવક થઇ હતી. ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 400/- થી લઈને 650/- સુધીના બોલાયા હતા.
યાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ઘઉં ભરેલા વાહનો ની 3થી 4 કી.મી. લાંબી વાહનો ની કતાર લાગી જવા પામી હતી. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું અને જગ્યા અભાવે ઘઉંની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા આવક ને લઈને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉંની આવક સદતર બંધ કરવામાં આવી હતી.
સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો યાર્ડમાં આવતા હોય છે
યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણ આવક થતી હોય છે. તેનું એક માત્ર કારણ એ છે કે ખેડૂતો ને પોતાની જણસીનો પૂરતો ભાવ અહીં મળી રહે છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની દરરોજ 15 થી 20 હજાર ગુણી આવક થાય છે. અને આગામી દિવસો માં ઘઉંની આવક માં વધારો નોંધાશે. ત્યારે રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેહચવા અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને પ્રથમ પસંદગી આપતા હોય છે.
ધાર્યા કરતાં વધુ આવક થતાં ઘઉં રાખવા ક્યાં એ સવાલ પેદા થતાં હાલ પુરતી આવક બંધ કરવી પડી હતી અને જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને ઘઉં ન લાવવા તાકીદ કરાઇ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App