સિંગાપોર: સમગ્ર વિશ્વમાં હાલ કોરોના રસીકરણનું કામ પુર ઝડપે ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સિંગાપોરમાં બનેલી એક ઘટના દરેકનું ધ્યાન ખેંચી લે છે. સિંગાપોરમાં એક 16 વર્ષના છોકરાને કોરોનાની રસી આપ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો.
ફાઇઝર રસીનો ડોઝ છોકરાએ લીધો હતો. ડોઝ લીધાના 6 દિવસ બાદ જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેને કારણે તેણે સિંગાપોર સરકાર પાસે વળતરની માંગ કરી હતી. સરકારે વિચારણા કર્યા પછી તેમને વળતર આપવાની જાહેરાત કરી હતી. હવે છોકરાની હાલત સારીછે. જો કે તે હવે કરોડોનો માલિક બની ગયો છે. સિંગાપોર સરકારે જણાવ્યું છે કે, 16 વર્ષના છોકરાને 2 લાખ 25 હજાર ડોલર એટલે કે લગભગ 1.5 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સુવિધા સિંગાપોર રસી ઇજા નાણાકીય સહાય કાર્યક્રમ અંતર્ગત પૂરી પાડવામાં આવશે.
તપાસ દ્રારા જાણવા મળ્યું છે કે, રસી લીધા બાદ યુવાનને મ્યોકાર્ડિટિસની સમસ્યા થઇ હતી, જેના લીધે તેને આ હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના રસીથી મ્યોકાર્ડિટિસ થવાની સંભાવના છે. એવી પણ આશંકા છે કે, વધારે પડતો કેફીનનો ઉપયોગ અને ભારે વેઇટલિફ્ટિંગના કારણે તેના હૃદય પર દબાણ થયું છે. હાલમાં છોકરો હોસ્પિટલમાં છે અને તેની તબિયતમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર, મ્યોકાર્ડિટિસ સામાન્ય રીતે વાયરલ ચેપને કારણે થાય છે. મ્યોકાર્ડિટિસ એ એક રોગ છે જેમાં હૃદય સાવ નબળું પડી જાય છે. તેને કારણે હૃદયરોગનો હુમલો અને મૃત્યુ પણ થઇ શકે છે.
આ રોગના સામાન્ય લક્ષણો છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ છે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, છોકરો સારી પ્રગતિ કરી રહ્યો છે અને દૈનિક ઉપયોગમાં કોઈ સમસ્યા વિના કામ કરવા સક્ષમ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, VIFAP અરજી બાદ નિમાયેલી પેનલે શોધી કાઢ્યો હતું કે, છોકરાને સ્વસ્થ થવા માટે હજુ થોડાક સમયની સારવારની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.