માતાના ગર્ભમાં થઇ બાળકની સર્જરી- દ્રાક્ષના દાણા જેટલા હ્રદયમાં AIIMSના તબીબોએ કરી સફળ સર્જરી

દેશમાં લોકો ટેકનોલોજીના ઉપયોગથી ખુબ જ આગળ વધી રહ્યા છે ત્યારે હવે ડોકટરો પણ ટેકનોલોજીની મદદથી લોકોને બચવવા માટે અલગ-અલગ પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં…

દેશમાં લોકો ટેકનોલોજીના ઉપયોગથી ખુબ જ આગળ વધી રહ્યા છે ત્યારે હવે ડોકટરો પણ ટેકનોલોજીની મદદથી લોકોને બચવવા માટે અલગ-અલગ પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. દિલ્લી એઈમ્સના ડોકટરોએ માતાનાં ગર્ભમાં રહેલા એક બાળક પર સફળ હાર્ટ સર્જરી કરી છે.

બલૂન ડિલેશન નામનું આ ઓપેરશન ગર્ભમાં રહેલા બાળકનાં દ્રાક્ષ જેટલા આકારનાં હ્રદય પર કરવામાં આવી છે. આ સર્જરીમાં ખુબજ જોખમ હતું તેમ છતાય તબીબોએ સફળતાપૂર્વક સર્જરી કરી હતી. નિદાન થયું હતું કે, ગર્ભમાં રહેલા બાળકને હ્દયની તકલીફ હતી.

બાળકના માતાપિતા સ્વસ્થ બાળકને જન્મ આપવા માગતા હતા તેથી તેમણે સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો હતો. 28 વર્ષની માતા ગર્ભમાં આ બાળક છે અને તેની સર્જરી કરવામાં આવી છે. આ પહેલાં મહિલા ગર્ભમાં જ ત્રણ બાળકો ગુમાવી ચૂક્યા છે.

મહિલા પર એઈમ્સનાં કાર્ડિયોથોરાસિસ સાયન્સીઝ સેન્ટરમાં સર્જરી કરવા માટે સ્વસ્છ બાળકને જન્મ આપવાની આશા સાથે આવી હતી. ફેટલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટની ટીમે અને ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ્સએ સર્જરી સફળતાથી પૂર્ણ કરી હતી. આ સર્જરી બાદ ગર્ભસ્થ બાળક અને તેની માતા બંનેની હાલત સ્થિર છે.

બલૂન ડાઈલેશન સર્જરી કરતી વખતે ગાઈડન્સ માટે તબીબોએ અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કર્યો હતો. તબીબોએ આ માટે માતાનાં પેટના માધ્યમથી બાળકનાં હ્દયમાં એક સોય પસાર કરી હતી. સર્જરી કરનાર તબીબો ને આશા છે કે, જન્મ બાદ બાળકની તકલીફ ઘણી ઓછી થઈ જશે. આ સર્જરીમાં ઘણી ઝડપથી બાળકનાં હ્દયમાં પંકચર કરીને તેને મોટું કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *