ભાભી..ભાભી.. કહીને પાડોશી યુવક ચાર બાળકોની માતાને ભગાડી ગયો- પતિનો બાટલો ફાટતા કર્યું એવું કે, દોડતી થઇ પોલીસ

એક યુવક ચાર બાળકોની માતા સાથે ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. ત્યાર બાદ મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં કહ્યું કે યુવક તેની પત્નીને ભાભી ભાભી કહીને તેની નજીક આવ્યો અને રાત્રે તેની સાથે ભાગી ગયો હતો. પોલીસ ફરિયાદને આધારે મહિલાને શોધી કાઢી છે.

ચાર બાળકોની માતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. ત્યાર બાદ  પતિએ તેની પત્નીને પાછી લાવવા માટે કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને મહિલાને શોધી લીધી હતી. આ સમગ્ર ઘટના બિહારના પૂર્ણિયાની છે.

આ ઘટના પૂર્ણિયા જિલ્લાના જાનકી નગર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સમાઈ આવી છે. કોર્ટમાં અરજીમાં ઘટના અંગે જણાવતા મહિલાના પતિ રણજીત કુમાર મહતોએ જણાવ્યું હતું કે, 2010માં એક નજીકના ગામમાં લગ્ન થયા હતા. અમારે સંતાનોમાં બે છોકરા અને બે છોકરીઓ એમ ચાર બાળકો છે.

વધુમાં રણજીત કુમાર મહતોએ કહ્યું કે, ઘરના તમામ પુરૂષ સભ્યો પંજાબમાં મજૂર તરીકે કામ કરે છે. તેનો ફાયદો ઉઠાવીને પાડોશમાં રહેતા નીતીશ કુમાર (20 વર્ષ) માટી પત્નીને ભાભી- ભાભીને કહીને પ્રેમની જાળમાં ફસાવી હતી. તે પત્નીને રૂમમાં પણ ગુપ્ત રીતે મળતો હતો, મારી પત્ની મારી માતા સાથે ઝઘડો કરતી હતી.

મળેલી માહિતી અનુસાર, 6 જાન્યુઆરી, 2023ના રોજ ચાર બાળકોને છોડીને મહિલા રાતે 8 વાગ્યાની આસપાસ ઘર બનાવવા માટે રાખેલા 1 લાખ 50 હજાર રૂપિયા અને કિંમતી ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. ઘટનાના લગભગ બે મહિના બાદ મહિલા મળી હતી. પીડિતાએ આ કેસમાં 7 લોકોને આરોપી તરીકે ગણાવ્યા હતા. અને એક કાવતરા હેઠળ તેની પત્નીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *