નિર્દયતાની બધી હદ વટાવતી એક ઘટના નવસારી માંથી સામે આવી છે. સગા માં-બાપે બે મહિનાના માસુમ દીકરાનો જીવ લીધો હોવાની ક્રૂર ઘટના સામે આવી છે. બે મહિનાના માસુમ બાળકોનો જીવ લેવા પાછળનું કારણ જાણીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મળેલી માહિતી અનુસાર પ્રેમમાં અંધ બનેલા પરીણિત પ્રેમીપંખીડાએ તેમનું પાપ છુપાવવા માટે બે મહિનાના માસુમ બાળકનો જીવ લીધો હતો. માસુમની હત્યા કર્યા બાદ પોલીસથી બચવા માટે એવો પ્લાન બનાવ્યો કે પોલીસ પણ ગોથે ચડી ગઈ હતી.
પોલીસને આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવા માટે લગભગ એક મહિના જેટલો સમય લાગ્યો હતો. પોલીસને 14 જાન્યુઆરીના દિવસે વાસદાના જુજ ડેમના કોચમેટ પરથી ગુટકના થેલામાં બે મહિનાના બાળકનું મૃતદેહ મળ્યું હતું. જ્યાથી મૃતદેહ મળ્યો તે ગ્રામ્ય વિસ્તાર હતો અને તેથી ત્યાં સીસીટીવી ફૂટેજ હતી નહી. તેથી પોલીસને કોઈ પણ પ્રકારના પુરાવા ન મળ્યા હતા.
સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસને આ કેસ ઉકેલવા માટે એક પડકાર જનક હતું લગભગ એક મહિના જેટલી સમય થયો હતો. ત્યારબાદ પોલીસે આ ઘટનામાં ધરપકડ કરી છે. ધરપકડ કરી તે બીજું કોઈ નહીં પરંતુ મૃત મળેલા બાળકના સગા માતા પિતા હતા આ બંને પરની પ્રેમી પંખીડાઓ હતા. મૃત્યુ પામેલા બાળક ના પિતા ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા તેનું નામ વિનોદ હતું અને તેની ઉંમર ૩૪ વર્ષ છે.
ધરમપુર તાલુકાના આસુર ગામની સુલોચના નામની પરીણીત મહિલાનું મામાનું ઘર થાય એટલે સુલોચના અવારનવાર ત્યાં આવતી હતી. અને ત્યારે વિનોદ અને સુલોચનાની આંખો મળી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો સુલોચના પોતાના પિતાની સાથે નહોતી રહેતી હતી, તે તેના નવ વર્ષના પુત્ર સાથે અલગ રહેતી હતી તેથી કોઈ પણ પ્રકારની રોકટોક હતી નહીં. બંને પ્રેમી પંખીડાઓ ને ખૂબ જ છૂટ મળતી હતી. આ બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમનો સંબંધ ચાલી રહ્યો હતો.
ત્યારબાદ બંનેને ડર લાગ્યો કે જો આ બાળક વિશે સમાજની ખબર પડશે તો સમાજમાં ખૂબ જ બદનામી થશે અને તેથી બંને મળીને બે મહિના ના માસુમ બાળકનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન બનાવ્યો હતો તે પ્રમાણે આરોપી પિતા વિનોદ વાસદ થી એક ગુટાનો થેલો લઈને આવ્યો હતો. ત્યારબાદ તેમાં બાળકને પેક કરી દીધો હતો અને સાથે એક થેલી લીધી અને તેમાં કેટલા રમકડા પણ મુક્યા હતા.
ત્યાર બાદ જુજ ડેમના કેચમેટમાં જઈ જ્યાં સુધી બાળકનો શ્વાસ ન રૂંધાય જાય ત્યાં સુધી તેના મોઢા ઉપર હાથ રાખીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ થેલા સાથે એક મોટો પથ્થર બાંધીને થેલો ડેમમાં ફેંકી દીધો હતો. બે દિવસ બાદ થેલીથી પથ્થર અલગ થયો અને મૃતદેહ બહાર આવ્યું હતું.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ શરત જ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા તેને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં ઘટના કોઈ પણ પ્રકારની સીસીટીવી ફ્રૂટી જ ન હતી તેથી પોલીસને આ કેશ સુલજાવામાં ખૂબ જ ટાઈમ લાગ્યો હતો.
ત્યારબાદ પોલીસે ધીરે ધીરે આ સમગ્ર ઘટના ને વિશે જાણવાનું શરૂ કર્યું અને પુરાવાઓ મેળવતા ગયા અને પુરાવો ને આધારે પોલીસે વિનોદ સાથે પૂછપરછ કરી અને પૂછપરછ માં વિનોદ સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને ત્યારબાદ તેનો સમગ્ર ગુનો કબૂલ્યો હતો. પોતાનું પાપ છુપાવવા માટે આ પ્રકારનો માસ્ટર પ્લાન્ટ બનાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.