પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલ પર થયેલા રાજદ્રોહ કેસને લઈને હાર્દિકની ધરપકડ કરવામાં આવી છે. રાજદ્રોહના કેસની ટ્રાયલ દરમિયાન હાર્દિક સતત ગેરહાજર રહેતાં કોર્ટે તેની ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો છે. જેને પગલે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે. ટ્વીટ દ્વારા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કરી હાર્દિક પટેલનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે યુવાનો માટે રોજગાર અને કિસાનો માટે હક્કની લડાઈ લડનાર હાર્દિક પટેલને ભાજપ વારંવાર સરકાર પરેશાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજનો અવાજ ઉઠાવ્યો. સમાજ માટે નોકરીયો માંગી, છાત્રવૃત્તિ માંગી, ખેડૂત માટે આંદોલન કર્યા. ભાજપ આવા કાર્યોને રાજદ્રોહ કહી રહી છે.
युवाओं के रोजगार और किसानों के हक की लड़ाई लड़ने वाले युवा हार्दिक पटेल जी को भाजपा बार-बार परेशान कर रही है। हार्दिक ने अपने समाज के लोगों की आवाज उठाई, उनके लिए नौकरियां मांगी, छात्रवृत्ति मांगी। किसान आंदोलन किया।
भाजपा इसको “देशद्रोह” बोल रही है।https://t.co/DcmiAvMrAh
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 19, 2020
પ્રિયંકા ગાંધીના આ ટ્વિટનો જાવબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોર્ટના આદેશથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આઓવી છે, પોલીસે કાયદાકીય રીતે જ ધરપકડ કરી છે.
શા માટે કરવામાં આવી ધરપકડ ?
2015ના રાજદ્રોહ કેસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર ન થવા બદલ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની વિરમગામ તાલુકામાંથી ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી(સાયબર ક્રાઇમ) રાજદીપસિંહ ઝાલાએ પણ હાર્દિક પટેલની ધરપકડના અહેવાલને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને આગામી 24 તારીખ સુધી જેલમાં રહેવું પડશે. રાજદ્રોહના કેસમાં વારંવાર ગેરહાજર રહેલા હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ ઇશ્યૂ કરાયુ હતું. જે બાદ હાર્દિકની વિરમગામ નજીકથી ધરપકડ કરાયા બાદ જસ્ટીસ ગણાત્રા સમક્ષ રજૂ કરાયો હતો. જજે હાર્દિકને 24 તારીખ સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો.
શનિવારે આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ગેરહાજર રહેલા હાર્દિકના વકીલે મુદત માગવા માટે અરજી કરી હતી, જેનો વિરોધ કરતા સરકારી વકીલ એચ.એમ. ધ્રૂવે રજૂઆત કરી હતી કે, આરોપી કેસને લંબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જામીન પર મુક્ત કરતી વખતે આપેલી શરતોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. આથી આરોપી સામે પકડ વોરંટ કાઢવામાં આવે. કેસની વધુ સુનાવણી 24મીએ હાથ ધરાશે.
અગાઊ થઈ હતી ધરપકડ
રાજદીપસિંહ ઝાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્ટે બિન જામીન પાત્ર વોરન્ટ ઇશ્યુ કરતા વિરમગામ પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદમાં પટેલોને અનામત આપવાની માગ યોજાયેલી રેલીમાં હિંસા ફાટી નીકળતા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી.
જુલાઈ 2016માં જામીન આપવામાં આવ્યા હતા
હાર્દિક પટેલને જુલાઇ, 2016માં જામીન આપવામાં આવ્યા હતાં. નવેમ્બર, 2018માં કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ આરોપો ઘડયા હતાં. પાટીદાર નેતાના વકીલ દ્વારા કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવ્યાની વિરૂદ્ધમાં સરકારની અરજી સ્વીકાર્યા પછી એડિશનલ સેશન્સ જજ ગણાત્રાએ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું.
શું છે સમગ્ર મામલો
વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઇ રહ્યો છે.
સરકારે પોતાની અરજીમાં શું કહ્યું ?
સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોર્ટમાં હાજર થવામાંથી વારંવાર મુક્તિ મેળવીને હાર્દિક પટેલ કેસની સુનાવણીને વિલંબિત કરવા માગે છે. હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાયો હતો. કોર્ટે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ નિયમિતપણે કોર્ટમાં હાજરી ન આપીને જામીનની શરતોનું ભંગ કરી રહ્યાં છે અને સુનાવણીને વિલંબિત કરી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.