કોરોના વાયરસનો ભય બતાવીને ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટેનો ખેલ રમાઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપ્યુ છે. કોંગ્રેસનું રાજ્યસભાની બે બેઠક જીતવી હવે મુશ્કેલ લાગી રહી છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ છેલ્લા કેટલાક સમયથી ગુમ થયેલા પાટીદાર અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરી છે. હાર્દિક પટેલે ટ્વીટમાં બળવાખોર નેતાઓ સામે આકરા પ્રહાર કર્યા હતા.
હાર્દિક પટેલે શું કહ્યું?
હાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યુ છે કે, “જનતા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિ જનતા સાથે દ્રોહ કરી પોતાના સ્વાર્થ માટે પાર્ટી બદલે છે ત્યારે સ્વાર્થી નેતાઓને ચાર રસ્તે ઉભા કરી ચપ્પલોથી મારવા જોઇએ.”
કોણ છે 5 ધારાસભ્યો?
રાજ્યસભાની 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે તે પહેલા ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધુ છે. ગુજરાત કોંગ્રેસના સોમાભાઇ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા, પ્રવિણ મારૂ, મંગળ ગાવિત, અને ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજીનામું આપ્યુ છે.
પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસ ગુજરાતમાં બેઠી થઇ પરંતુ કોંગ્રેસે એક પણ પાટીદાર નેતાને રાજ્યસભાની ટિકિટ નથી આપી. જયારે ભાજપે રાજ્યસભામાં મોકલવા પોતાના 3 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. જેમાં ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન હોવાથી કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ થઇ શકે તેઓ ભય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.