કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં 80% નુકસાન- ભાવ વધીને જુઓ ક્યાં પહોચ્યા 

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગતરોજ ગુજરાતના 72 તાલુકાઓમાં કમોસમી વરસાદ(Unseasonal rain) ખાબક્યો છે. કમોસમી વરસાદના લીધે શાકભાજી(vegetables) સહિત ઘઉં, કેરી, ચણાના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં 80% જેટલું નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં મોટો વધારો થવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, બજારમાં માંગ વધારે હોવાથી શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. શાકભાજીના પ્રતિકિલોના ભાવ પર જો નજર કરવામાં આવે તો લીંબુ હોલસેલ બજારમાં 130થી 170 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. સાથે જ આદુ હોલસેલ બજારમાં 70 થી 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ગવાર 90થી 100 કિલો વેચાઈ રહ્યા છે. ચોળી 120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. વટાણા 40 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. કોથમીર 30 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ભીંડો 60થી 70 રૂપિયા કિલો અને મરચા 35 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

મહત્વનું છે કે, રાજ્યમાં કમોસમી વરસાદના લીધે શાકભાજીમાં નુકસાન થવાને કારણે હાલ APMC માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં બજારમાં માંગ વધુ હોવાને કારણે ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. બજારમાં નવો માલ નહિ આવે ત્યા સુધી ભાવ વધવાની પણ શક્યતા સેવાઈ રહી છે.

ગેસના વધતા ભાવ હોય કે પછી શાકભાજી અને દૂધની વધતી કિંમતો તમામ પ્રકારની મોંઘવારી મધ્યમ પરિવારની મુશ્કેલીમાં વધારો કરે છે. આ બધા વચ્ચે સૌથી વધુ સમસ્યા ગૃહિણીઓને થાય છે. એકસમાન આવક અને વધતી મોંઘવારીના લીધે તેમના માટે ઘર ચલાવવાનું ખુબ જ મુશ્કેલ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *