ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે ત્યારે સૌરાષ્ટમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગોંડલમાં ઘણી જગ્યાઓ પર વરસાદના પાણી ભરાય ગયા છે. અંડરબ્રીજ પાસે ગળાડૂબ પાણી ભરાયા છે. જેના કારણે ગોંડલ અંડરબ્રિજમાં બસ ફસાઈ ગઈ હતી. ગોંડલમાં અંડરબ્રિજમાં બસ ફસાઈ જતા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયા હતા પરંતુ સદનસીબે કોઈ હોનારત સર્જાઈ નહોતી અને મુસાફરોને બચાવી લેવાયા હતા. ગોંડલ ઉમરવાળા અંડરબ્રિજ પાસે ST બસ ફસાઈ હતી.
હાલમાં સોશ્યલ મીડિયામાં એક વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, પાણીમાં ફસાયેલ બસને JCB દ્વારા ખેચીને ભાર કાઢવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર 4 ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમવાડા અંડર બ્રિજમાં ST બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા હતા. જ્યારે JCBની મદદથી બસને પાણીની બહાર કાઢવામાં આવી હતી. ગળાડૂબ પાણીમાં મુસાફરો માથા પર સામાન લઈને બહાર નીકળ્યા હતા. ઘટનાને પગલે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, ગોંડલમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલી આ બસ ગોંડલ પાવાગઢ રૂટની ST બસ હતી. તંત્ર દ્વારા યુધ્ધને ધોરણે બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. JCB દ્વારા બસને બહાર કાઢવામાં આવી હતી. મુસાફરોને સહિસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
#WATCH Gujarat: A state transport bus being pulled by a proclainer after it got stuck under a waterlogged bridge near Rajkot’s Gondal. pic.twitter.com/DRBqFVOLmI
— ANI (@ANI) August 13, 2020
ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જાંબુઘોડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ડેડિયાપાડામાં સવા 7 ઇંચ, માંડવીમાં 6.6 ઇંચ, સોનગઢમાં 6.5 ઇંચ, પારડીમાં 6.5 ઇંચ, ગણદેવીમાં 6 ઇંચ, વ્યારામાં 5.5 ઇંચ, વાલોદમાં સવા 5 ઇંચ, અંકલેશ્વરમાં સવા 5 ઇંચ, વાંસદામાં 5 ઇંચ, ચીખલીમાં 5 ઇંચ, સિદ્ધપુરમાં પોણા 5 ઇંચ અને વઘઈમાં પણ પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
જ્યારે ખેરગામમાં 4.5 ઈંચ, હાંસોટમાં 4.5 ઈંચ, પાવી જેતપુરમાં 4.5 ઈંચ, નેત્રંગમાં 4.5 ઈંચ, વિજાપુરમાં 4 ઈંચ, બારડોલીમાં 4 ઈંચ, ઈડરમાં 4 ઈંચ, ડોલવણમાં 4 ઈંચ, નાંદોદમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ભાણવડમાં 4 ઈંચ, મહુવામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, ધરમપુરમાં 4 ઈંચ, ઉમરગામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP