ગુજરાત(Gujarat): સુરત(Surat)ના વરાછા, કતારગામ, મોટા વરાછા, અમરોલી, ઉતરાણ અને બીજા અનેક વિસ્તારમાં સારો વરસાદ જામ્યો છે. જયારે અમદાવાદ(Ahmedabad)માં બોપલ, ઘુમા, એસ.જી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ અને નિકોલ જેવાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી(Rainfall forecast) કરતા કહ્યું છે કે, રાજ્યમાં આજ રોજ એટલે કે 4 જુલાઈના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં વરસાદ ખાબકશે.
5 જુલાઈએ આ વિસ્તારમાં ખાબકશે વરસાદ:
તો બીજી તરફ આવતી કાલે 5 જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે અને સાથે નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને અમરેલીમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6 જુલાઇએ પણ મેઘરાજા થશે મહેરબાન:
જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અતિ ભારે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 જુલાઇએ પણ વરસશે વરસાદ:
હવામાન વિભાગ દ્વારા 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં હળવાથી ભારે તથા વલસાડ તથા નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 જુલાઈએ પણ નહી થોભે વરસાદની રફતાર:
હવામાન વિભાગે 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે તેમજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે, જેના પગલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.