Predictions of Ambalal Patel: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. દ્વારકા અને પોરબંદરમાં 15-15 ઇંચ વરસાદ ખાબક્યો છે, પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓના લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે 22મી જુલાઈથી લઈને 26મી જુલાઈ સુધી સતત 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં(Predictions of Ambalal Patel) ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં સૌરાષ્ટ્રના ભોગોમાં છેલ્લાં 3 દિવસથી મોટા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ પણ 24 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં આ વખતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરંતુ હવે ધીમે-ધીમે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે એવી આગાહી કરી છે.
ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સારો થયો છે એટલે હવે આજે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 24 જુલાઈ સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ અને જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે-ધીરે વરસાદનું જોર ઘટશે. સાબરમતી બે કાંઠે વહે એવો વરસાદ આવશે. તો ધરોઈમાં પાણી વધારે પડતું આવે તેવું થઈ શકે છે.
પરંતુ આ વર્ષે ચોમાસું નબળું છે. છતાં સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં સારા વરસાદના પગલે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App