ગુજરાત(Gujarat): રાજ્યના ખેડૂતો માટે હજુ પણ 4 દિવસ અતિભારે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ની અસરથી વાતાવરણમાં પલટો આવશે. જેને લઈ રાજ્યમાં કેટલાક જિલ્લામાં હજુ પણ 4 થી 5 દિવસ સુધી માવઠાની આગાહી(Mawtha forecast) હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહત્વનું છે કે, દેશભરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવતા કેટલાક રાજ્યમાં ભર ઉનાળામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે. સાથે જ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોનો તૈયાર થયેલો અને લણણી કરેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લીધે આજે ફરી એકવાર વાતાવરણ પલટો આવશે. જેને લઈ આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે. આ સાથે પોરબંદર અને જૂનાગઢમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં અવી છે. મહત્વનું છે કે, 21 માર્ચના રોજ એટલે કે ગઈકાલે પણ બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 25 માર્ચ, 26 માર્ચ અને 27 માર્ચના રોજ વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે.
હવામાન ખાતા દ્વારા તારીખ 22 અને 23 ના રોજ એટલે કે બે દિવસ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વધુ એક માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આ મહિનો આખો ખેડૂતો માટે આફતરૂપ રહેશે. તારીખ 21-22મીએ હજુ પણ કેટલાક વિસ્તારમાં માવઠું થવાનો સંભવ છે. રાજ્યમાં તારીખ 26, 27,28 માર્ચે ફરી માવઠું થઈ શકે છે.
કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતિત બન્યો છે. ઠેર ઠેર વરસાદ પડવાને કારણે ખેડૂતના ઉભા પાકને ભારે પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ત્યારે વધુ એક આગાહીએ ખેડૂતોની મુશ્કેલી વધી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.