મેઘરાજાનો બીજો રાઉન્ડ શરુ! ગુજરાતમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી- રેડ એલર્ટ જાહેર

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ દરમિયાન ફરીવાર હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ(Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં આ બે દિવસ અતિભારે વરસાદની આગાહી:
હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો ગુજરાતમાં તારીખ 23 અને 24 જુલાઇના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તો કચ્છમાં 23 જુલાઇના રોજ અતિભારે વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં પણ 23 અને 24 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 22 જુલાઈના રોજ સુરત, વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. આથી, 23 અને 24મી તારીખના રોજ માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 અને 23 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તારીખ 23 અને 24 જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.24 અને 25 જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *