ગુજરાતના આ જીલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, 170 તાલુકામાં તો મેઘરાજાએ ભુક્કા કાઢી નાખ્યા

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદમાંથી થોડી રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ દરમિયાન હવામાન વિભાગે(Meteorological Department) આગાહી કરતા જણાવ્યું છે કે, આજે રાજ્યના કેટલાંક જિલ્લામાં વરસાદ ખાબકશે. આજે રાજ્યમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી(Rain forecast) કરવામાં આવી છે. આજે રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ(Heavy Rain) ખાબકી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં વરસાદ મન મૂકીને વરસશે.

રાજ્યના 170 તાલુકામાં વરસાદ વરસ્યો:
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વાગરામાં 2.25 ઈંચ વરસાદ, કવાંટમાં 2.25 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ, પ્રાંતિજમાં 2 ઈંચ વરસાદ, ખંભાતમાં 2 ઈંચ વરસાદ, માંગરોળમાં 2 ઈંચ વરસાદ, તારાપુરમાં 1.75 ઈંચ વરસાદ, કલોલમાં 1.5 ઈંચ વરસાદ, અમરેલીમાં 1.5 ઈંચ વરસાદ, હિંમતનગરમાં 1.5 ઈંચ વરસાદ, અમીરગઢમાં 1.5 ઈંચ વરસાદ, ભિલોડામાં 1.5 ઈંચ વરસાદ, ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ, દિયોદરમાં 1.5 ઈંચ વરસાદ અને માણસામાં 1.5 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ જવા પામી હતી. અતિભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઈ ગયું હતું અને જેને કારણે વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાઈ ગયા છે. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના અનેક વાહનો પણ પાણીમાં અટવાઈ જતા મુશ્કેલીઓ વધી છે.

જો વાત કરવામાં આવે તો બીજી તરફ સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે. તો પ્રાંતિજ અને હિંમતનગરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. અન્ય તમામ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. ત્યારે ઈડરની ઘઉવાવ તેમજ ભેંસકા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે છે. વરસાદના પગલે બે વર્ષથી ખાલીખમ રહેલા જળાશયો પણ ભરાઈ જશે. જેના લીધે જળાશયોમાં પાણીની આવકથીજગતના તાતને પણ મોટો ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *