ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું હિતાવહ- રેડ ઍલર્ટ જાહેર

ગુજરાત(Gujarat): રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ફરી એક આગાહી(Rainfall forecast) કરવામાં આવી છે. જેમાં 11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ(Heavy rain)ની આગાહી કરવામાં આવી છે એટલે કે ઓરેન્જ એલર્ટ(Orange alert) જાહેર કરી દેવામાં આવ્યું છે . આ સાથે 13 થી 15 જુલાઇ સુધી ખુબજ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે એટલે કે રેડ એલર્ટ(Red alert) જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને લઈ હવે પ્રશાસન દ્વારા તમામ નાગરિકો સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી રહી છે.

અમદાવાદની સહિત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકતા જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે હજુ પણ આ સંકટ ટળ્યું નથી. કારણ કે આજે પણ રાજ્યનાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

11 તારીખ આ વિસ્તારમાં પડશે વરસાદ:
હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, 11-07-2022માં રોજ નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર જાહેર કરાયું છે. આ સાથે અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો સાથે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરતાં લોકોને જરૂરી કામ વગર બહાર નહીં નીકળવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

12 તારીખ આ વિસ્તારમાં પડશે વરસાદ:
હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, 12-07-2022માં રોજ નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ એટલે કે ખુબજ ભારે વરસાદ ખાબકી શકે છે અને અમદાવાદ, આણંદ, નર્મદા, અમરેલી અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

13 તારીખ આ વિસ્તારમાં પડશે વરસાદ:
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 11-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે રાજકોટ, અમરેલી,બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

14 તારીખ આ વિસ્તારમાં પડશે વરસાદ:
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 14-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં ખુબ જ ભારે વરસાદ પડી શકે તેને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો વળી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી લઈને આગામી ચાર દિવસ સુધી જરૂરી કામ પુરતું ઘરની બહાર નહિ નીકળવું જ હિતાવહ છે. કારણ કે, આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ખાબકશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *