અંબાલાલ પટેલની મોટી આગાહી- સાતમ આઠમ પછી પણ આટલા દિવસ રહેશે ભારે વરસાદનું જોર

રાજ્યમાં ચોમાસા (Monsoon)ની શરૂવાતથી જ જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. ત્યારે હાલ પણ રાજ્યમાં વરસાદી માહોલ જ સર્જાયેલો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આજે તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ છે. ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા ગુજરાત (Gujarat)માં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે આગામી 24 ઑગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે.

વરસાદ હજુ ગયો નથી- આંબાલાલ પટેલ
આગાહી કરતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ જણાવ્યું છે કે, આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે તેમ જણાવ્યું. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમા ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.

રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી:
આ સિવાય વધુમાં આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. ઉત્તર ગુજરાત, કચ્છ, તથા સૌરાષ્ટ્માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *