આવા પાડોશી કોઈને ના મળે! મહેસાણાની આ ઘટના કાળજું કંપાવી દેશે

હત્યા (Murder)ના કેસો દિવસેને દિવસે ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. કોઈનો જીવ લેવો એ તો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગે છે. ત્યારે વધુ એક કિસ્સો મહેસાણા (Mehsana)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં મહેસાણાના મોઢેરા ચોકડી(Modhera Chokdi) નજીક આવેલા નવદીપ ફ્લેટ (Navdeep Flat)માં રહેતાં મહિલા શિક્ષિકા ઉપર તેમની પડોશમાં રહેતા યુવકે બુધવાર રાત્રે કોઈ કારણોસર વાંદરી પાના વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન લોખંડના વાંદરી પાનાના 2થી વધુ ઘા મારતાં તેમનું મોત નીપજ્યું હતું.

આરોપીએ જયારે મહિલા પર હુમલો કર્યી એ દરમિયાન તેમનો પુત્ર આવી જતાં તેણે તેના પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, હાલમાં જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. પોલીસે હથિયાર સાથે હત્યારાની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બોદલા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં અને મહેસાણાના નવદીપ ફેટલમાં રહેતાં કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ (45) બુધવારે રાત્રે 8.30 વાગે ઘરમાં હતાં. આ દરમિયાન પડોશમાં રહેતો એક શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો અને અગમ્ય કારણોસર વાંદરી પાનાથી કલ્પનાબેનના માથામાં એક થી વધુ ઘા મારતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

એ જ સમયે મહિલાનો પુત્ર રોનક (21) દૂધ લઈને ઘરે આવ્યો હતો, જેથી આરોપીએ તેને પણ માથાના ભાગે 2 થી વધુ ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને બેભાન અવસ્થામાં લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયો છે. હત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ પોલીસ પૂછપરછ દ્વારા હત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *