રાજ્યમાં આવનારા પાંચ દિવસ યથાવત રહેશે મેઘકહેર – 20 જિલ્લાઓમાં જાહેર કરાયું ‘ઓરેન્જ એલર્ટ’

ગુજરાત: હવામાન વિભાગ(Meteorological Department) દ્રારા આગાહી કરવામાં આવી હતી કે, આજે રાતના 2 વાગ્યા સુધી રાજ્યના સુરત(Surat), વલસાડ(Valsad), નવસારી(Navsari), ડાંગ(Dang), પંચમહાલ(Panchmahal), ભાવનગર(Bhavnagar), અમરેલી(Amreli), આણંદ(Anand) અને રાજકોટમાં અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્ય(Gujarat state)માં ભારે વરસાદની પણ આગાહી થઇ છે. આ દરમિયાન અમદાવાદ(Ahmedabad)માં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ અડધો કલાક વરસાદ ખાબક્યો હતો. જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 190 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘરાજા વરસી રહ્યા છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ પડયો છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સિઝનનો 28.24 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો હજી વરસાદ પડયો નથી.

આજે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં હાલ સરેરાશ 85% વરસાદ નોંધવામાં આવ્યો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધી 135% વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે 50% વરસાદ ઓછો છે. રાજ્યમાં હજુ પણ 10 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યાર સુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો સપ્ટેમ્બર મહિનામાં જ પડયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *