ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈએ મોટા સમાચાર સામે આવ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ફરી એક વખત ચોમાંસુ શરુ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદની ઝાંપટા પડવાની શક્યતાઓ છે અને સાથે રાજ્યમાં 17 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી ધમાકેદાર વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરતા વધુમાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડે તેવી હવામાને આગાહી કરી છે. મહત્વનું છે કે, રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે ફરી ચોમાસું સક્રિય થાય તેવી આગાહી કરી છે.
જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હાવોનું સામે આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડે તેવું પણ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે. સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે તેવી હવામાને શક્યતાઓ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં હજુ પણ સારા વરસાદની ઘટ જોવા મળી રહી છે જેને લઈ વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં સીઝનનો જોઈએ એટલો વરસાદ પડયો નથી. સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં 450 મીમી વરસાદ થઈ જવો જોઈએ પરતું હજુ માત્ર સિઝનનો 253 મીમી વરસાદ થયો જેને લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદી ઝાપટા પડી શકે તેવી જણાવ્યું છે. તેમજ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવતા કહ્યું છે. જો કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના પથંકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.