સવારમાં જાગીને જોયું તો સામે જ લટકી રહ્યો દીકરાનો મૃતદેહ- હોમગાર્ડ જવાને આપઘાત કરી લેતાં રહસ્યનાં ઘેરામાં ઘેરાઈ વડોદરા પોલીસ

વડોદરા (ગુજરાત): શહેર (Vadodra) નાં આજવા (Azwa) રોડ પર આવેલ રામદેવનગર (Ramdevnagar) માં રહેતા તેમજ હોમગાર્ડમાં નોકરી કરતા યુવાને મંગળવારની મોડીરાત્રે (at Midnight) ગળે ફાંસો…

વડોદરા (ગુજરાત): શહેર (Vadodra) નાં આજવા (Azwa) રોડ પર આવેલ રામદેવનગર (Ramdevnagar) માં રહેતા તેમજ હોમગાર્ડમાં નોકરી કરતા યુવાને મંગળવારની મોડીરાત્રે (at Midnight) ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. હોમગાર્ડ જવાન હોમગાર્ડની ઓફિસમાં કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, હોમગાર્ડ જવાનની આપઘાત કરવા પાછળનું રહસ્ય હજુય અકબંધ છે.

પરિવારનું આક્રંદ સાંભળી સ્થાનિકો દોડી આવ્યા:
વડોદરામાં આવેલ આજવા રોડનાં રામદેવનગરમાં રહેતા 25 વર્ષીય મિતેષ રોહિત હોમગાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી નોકરી કરી રહ્યો હતો. મોડી રાત્રે પરિવારજનો નિંદ્રાધીન હતાં ત્યારે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હોત. વહેલી સવારમાં પરિવારજનોને મિતેષને ફાંસો ખાધેલ હાલતમાં જોઈને ચોંકી ગયા હતા.

આ દરમિયાન પરિવારજનોના આક્રંદનો અવાજ સાભળીને સ્થાનિક લોકો આવ્યા હતા. આ ઘટનાની જાણ બાપોદ પોલીસને થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.

પોલીસે મોબાઇલ ફોન કબજે કરીને તપાસ શરૂ કરી:
મળેલ માહિતી મુજબ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા મિતેશે આપઘાત કરતા પહેલા આપઘાતનું કારણ દર્શાવતો વીડિયો પણ પોતાના મોબાઈલ પર બનાવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા તેનો મોબાઇલ ફોન કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

કારણોસર આપઘાત કરી લીધો તેનું રહસ્ય અકબંધ:
સમગ્ર પંથકમાં ચકચાર જગાવનાર આ ઘટનામાં મિતેષે કયા કારણોસર આપઘાત કરી લીધો તે રહસ્ય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, યુવકને પરિવાર કે નોકરી પર કોઇ દબાણ ન હતું તેમ છતાં તેણે કયા કારણોસર આપઘાત કરી લીધો તે તપાસનો વિષય રહેલો છે. રામદેવનગરમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ ને લઈ પોલીસ દ્વારા આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *