Gujarat rain forecast in 12 districts: કચ્છના જખો પોર્ટ નજીક ગઈકાલે રાતે લેન્ડફોલ થયા પછી વાવાઝોડુ હાલ જખૌથી 70 km દૂર ચાલ્યું ગયું છે. બીજી બાજુ હવે હવામાન વિભાગ(Gujarat rain forecast in 12 districts) દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં(districts) ભારેથી અતિંભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. મહત્વનું છે કે, ગઈકાલ સાંજેથી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયી ગયો છે.
વાવાઝોડું કાલે જખૌ પોર્ટ નજીક રાત્રે 11થી 11.30 વાગ્યા દરમિયાન તરત્ક્યું હતું. જયારે તે લેન્ડ સમયે 125થી 140 કિમી પ્રતિકલાકે ની ઝડપે પવન ફૂંકાયો હતો.હવામાન વિભાગ દ્વારા ટ્વિટ કરીને રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન મુજબ આજે એટલે કે તારીખ 16 જુને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આની સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડા અંગે હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેકટર ડૉ.મનોરમા મોહંતીનું નિવેદન સામે આવ્યું છે. એમને જણાવ્યું છે કે, વાવાઝોડું જખૌ પોર્ટથી 10 કિમી દૂર ઉત્તર દિશામાંથી પસાર થયુ હતું.અને હવે આ વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને નબળું પડી જશે. વાવાઝોડાના કારણે હજુ પણ 60 થી 70 km ની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે થી અતિભારે વરસાદની સંભવાના છે.
છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ
વાવાઝોડાના પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 171 તાલુકામાં વરસાદ નોધાયો છે. જ્યારે ભુજમાં 5, અંજાર અને મુન્દ્રામાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો દ્વારકાના ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 29 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.