ગુજરાત: ગણેશ મહોત્સવની શરૂઆત થતા જ ગુજરાત રાજ્યમાં વીજળી સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સંભાવના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી છે. આ ઉપરાંત મહેસાણા, પાટણ, ગાંધીનગર, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી, સુરત, તાપી અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે.
હાલમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સક્રિય થતો જોવા મળે છે. આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આગામી 5 દિવસમાં છે. જ્યારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અમદાવાદમાં પણ રહેલી છે. જ્યારે મહેસાણા, પાટણ જિલ્લો, ગાંધીનગર, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી, સુરત, તાપી અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે.
અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં સીઝનનો 59 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકને ધ્યાનમાં રાખીએ તો રાજ્યના 31 જિલ્લાઓના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં સૌથી વધુ 3.81 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 11 જેટલા તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. કચ્છમાં સીઝનનો 61 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, મધ્ય ગુજરાતમાં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
ગણેશ મહોત્સવની શરૂઆત થતા જ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. રાતે ગણતરીના બે કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. તેની સાથે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હજૂ આગામી બે દિવસ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સૌથી વધુ વરસાદ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પડ્યો હતો. જ્યારે વાઘોડિયા તાલુકામાં પોણો ઈંચ, સાવલીમાં 5 મિમી અને શિનોરમાં 5 મિમી વરસાદ ખાબક્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.